તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાહત:કઈ હોસ્પિટલમાં કેટલા બેડ ખાલી છે તે સહિતની સાચી વિગત જાહેર કરાઈ

અંજાર10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • અંજાર પ્રાંત અધિકારીની પહેલ સૌએ બિરદાવી
 • લોકોને તકલીફ ન પડે તે માટે સોશ્યલ મીડિયા પર માહિતી વહેતી કરાઈ: હવે દરરોજ અપડેટ કરાશે

કોરોના મહામારીનો સંક્રમણ જિલ્લામાં એટલા હદે ફેલાયો છે કે તંત્ર કોરોનાના સાચા આંકડા પણ જાહેર કરવામાં ડરી રહ્યો છે. તેવામાં આરોગ્ય તંત્ર કોરોનાનો સાચો આંકડો નથી દર્શાવતો તો જિલ્લા પંચાયત દ્વારા કઈ હોસ્પિટલમાં કેટલા બેડ ખાલી છે તે દર્શાવવામાં અને પોતાનું સારું લગાડવામાં દરરોજ જાણી-જોઈને ભૂલ કરવામાં આવી રહી છે. જેના કારણે દર્દીઓને ભટકવું પડી રહ્યું છે. પરંતુ આવી પરિસ્થિતિ વચ્ચે અંજાર, ગાંધીધામ અને આદિપુરના દર્દીઓને ક્યાંય ભટકવું ન પડે તે માટે હવે સોશ્યલ મીડિયામાં હોસ્પિટલોની શુ પરિસ્થિતિ છે તેની સાચી હકીકત વહેતી કરાઈ છે.

છેલ્લા લાંબા સમયથી અંજાર-ગાંધીધામની તમામ હોસ્પિટલો હાઉસફુલ હતી. તેમ છતાં જિલ્લા પંચાયતની યાદીમાં બંને તાલુકાઓની હોસ્પિટલોમાં ઘણા બેડ ખાલી છે તેવું દર્શાવવામાં આવ્યું હતું. જેના કારણે ગેરમાર્ગે દોરાઈ દર્દીઓના પરિજનો ભટકતા હોવા છતાં તેમને હોસ્પિટલમાં જગ્યા મળતી ન હતી. જેના કારણે અનેક લોકોના મૃત્યુ પણ થયા હોવાની વાતો બહાર આવી હતી.

આ તમામ અટવળો વચ્ચે અંજારના પ્રાંત અધિકારી ડો. વિમલ જોશી દ્વારા પોતાના ટ્વિટર એકાઉન્ટમાં એક ગૂગલ સીટ અપલોડ કરવામાં આવી હતી. જેમાં અંજાર-ગાંધીધામ તાલુકામાં આવેલી ખાનગી તેમજ સરકારી કોવિડ હોસ્પિટલની યાદી બનાવવામાં આવી હતી. તેમજ ત્યાં નિઃશુલ્ક કે પેઈડ સારવાર છે તે પણ દર્શાવવામાં આવ્યું છે.

આ ઉપરાંત આ યાદીમાં જે તે હોસ્પિટલનું મોનીટરીંગ કરતા નોડલ અધિકારીઓના નંબર અને હોસ્પિટલમાં એન.એફ.એન.સી, બાયપેપ અને વેન્ટિલેટરની સગુ સ્થિતિ છે તેની પણ માહિતી આપવામાં આવી હતી. આ અંગે અંજારના પ્રાંત અધિકારીએ જણાવ્યું હતું કે, આ ગૂગલ સીટને દરરોજ અપડેટ કરવામાં આવશે. પારદર્શકતા રહે અને લોકો પરેશાન ન થાય તે હેતુથી આ પગલું ભરાયું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો