પોલિટીકલ:AAP અંજારમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડશે

અંજારએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • મિટિંગમાં ઉમેદવારોના ફોર્મ પણ ભરાયા

આમ આદમી પાર્ટી દ્વારા દિલ્હીમાં મળેલી સફળતા બાદ હવે અલગ અલગ રાજ્યોમાં તેઓ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ લડવાની તૈયારીઓ કરી રહી છે. જે સંદર્ભે આજે અંજારમાં મળેલી મિટિંગમાં આવનારી તાલુકા પંચાયત તેમજ નગરપાલિકાની ચૂંટણી લડવા ઇચ્છુક ઉમેદવારોના ફોર્મ પણ ભરવામાં આવ્યા હતા. આ અંગે પૂર્વ કચ્છ જિલ્લાના પ્રભારી કે.કે. અન્સારીએ વિગતો આપતા જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટી પૂર્વ કચ્છ જિલ્લાના પ્રમુખ રોશનઅલી સાંધાણીના અધ્યક્ષ સ્થાને રવિવારે અંજાર શહેર તેમજ તાલુકાની સર્કિટ હાઉસ ખાતે અગત્યની મીટીંગ યોજવામાં આવી હતી. જેમાં આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણી એટલે કે નગરપાલિકા અને તાલુકા પંચાયતની ચૂંટણી લડવા માંગતા ઉમેદવારોના ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યા હતા તેમજ આમ આદમી પાર્ટીની વિચારધારાથી પ્રભાવિત થઈ 10 જેટલા લોકો પાર્ટીમાં જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...