અંજાર તાલુકાના ખંભરા ગામે વીજ ટ્રાન્સફોર્મરમાંથી કરંટ લાગતા યુવાનનું મૃત્યુ થયું હતું. આ અંગે અંજાર પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ ચંદીયા ગામે રહેતો 22 વર્ષીય વિષ્ણુકુમાર અરજણભાઈ આહીર નામનો યુવાન ખંભરા વાડી વિસ્તારમાં ટ્રાન્સફોર્મર નીચે જતા તેને અચાનક કરંટ લાગ્યો હતો. જેથી તેનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું.
બનાવ અંગે અંજાર પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માત મૃત્યુની નોંધ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે. હતભાગી યુવાનને કયા કારણોસર કરંટ લાગ્યો તે વાત હાલ તબક્કે અકબંધ રહેવા પામી છે. પરંતુ આ કિસ્સાએ વાડી વિસ્તારમાં ચકચાર જગાવી હતી તેમજ આશાસ્પદ યુવાનના મોતથી પરિવાર પણ આઘાતમાં સરી ગયો છે.
મુન્દ્રામાં પરપ્રાંતિય મજુર યુવકનું હૃદય અચાનક બેસી ગયું
મુન્દ્રા શહેરના રાશાપીર સર્કલમાં ક્રિષ્ના રેડીયેશન સેન્ટરમાં કામ કરતા પરપ્રાંતિય યુવકનું હાર્ટઅેટેક અાવી જવાથી મોત નિપજયું હતું. હાલ રાજકોટ રહેતા નુરમામદ ફકીરમામદ સલ્જીફરોજ (ઉ.વ. 26, મુળ રહે. બુંદવન તા. ખાગા, ફતેહપુર-યુ.પી) વાળાઅે જાહેર કરેલી વિગતો મુજબ મુન્દ્રાના રાશાપીર સર્કલ ખાતે ક્રિષ્ના રેડીયેશન સેન્ટરમાં કામ કરતા 21 વર્ષીય ખુશનુર મહોમદફકીરા સલ્જીફરોજને હાર્ટઅેટેક અાવી જતા સારવાર માટે ખસેડાયો હતો. જો કે ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.