તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:સાપેડા પાસેના અકસ્માતમાં એક યુવાનનું મૃત્યુ જ્યારે એક ગંભીર

અંજાર4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કાર ચાલકે સામેથી ભટકાડતા બંને બાઇક સવાર યુવાનો ગંભીર રીતે ઘાયલ થયા હતા

અંજાર-ભુજ રોડ પર સાપેડા નજીક કાર ચાલકે સામેથી આવતી બાઇકને હડફેટે લેતા બાઇક સવાર બંને યુવાનો ગંભીર રીતે ઘાયલ થયા હતા અને બંનેને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમ્યાન એક યુવાનનું મૃત્યુ થયું હતું.બનાવ અંગે અંજાર પોલીસ મથકેથી જોગીવાસ, માધાપરમાં રહેતા પરસોત્તમ સામજીભાઈ જોગીની ફરિયાદને ટાંકીને મળતી માહિતી મુજબ તા. 4/12ના રાત્રે 10 વાગ્યાના અરસામાં તેમનો ભત્રીજો રાજેશ રામજી જોગી તથા ભાણેજ કિશોર વાલજી જોગી બાઇક નં. જીજે 12 બીએચ 7223 પર અંજાર જતાં હતાં ત્યારે સાપેડા પહોંચે તે પહેલા સામેથી આવી રહેલી કાર નં. જીજે 12 ડિજી 2399ના ચાલકે બંને યુવાનોને હડફેટે લીધો હતો અને બાદમાં સ્થાનિકે કાર છોડી નાસી ગયો હતો.

આ અકસ્માતમાં રાજેશને માથાના ભાગે ગંભીર ઈજાઓ તથા બંને પગમાં ફ્રેક્ચર થયા હતા તથા કિશોરને ડાબા હાથમાં ફ્રેકચર તથા માથામાં ગંભીર ઈજાઓ થતા સારવાર અર્થે ભુજની જી.કે જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમ્યાન 30 વર્ષીય રાજેશ રામજી જોગીનું મૃત્યુ થયું હતું. બનાવ અંગે અંજાર પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો