અકસ્માતમાં મોત:મેઘપર-બોરીચીમાં બેભાન મળેલી મહિલાએ હોસ્પિટલમાં દમ તોડ્યો

અંજાર5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અંજારમાં યુવાનનું પાણીના ટાંકામાં ડૂબી જવાથી મોત

મેઘપર-બો.માં બેભાન અવસ્થામાં મળી આવેલી મહિલાએ સારવાર દરમ્યાન દમ તોડ્યો હતો. તો બીજી તરફ અંજારમાં 45 વર્ષીય પુરુષનું પાણીના ટાંકામાં ડૂબી જવાના કારણે મૃત્યુ નીપજ્યું હતું.

અંજાર પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ મેઘપર-બો.માં રહેતી 32 વર્ષીય સુમિત્રા ભવરભાઈ સોલંકી બેભાન અવસ્થામાં મળી આવતા તેને સારવાર માટે રામબાગ હોસ્પીટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં સારવાર દરમ્યાન મહિલાએ દમ તોડ્યો હતો.

આ અંગે અંજાર પોલીસે જણાવ્યું હતું કે, મૃતકના માથાના ભાગે ઈજાઓના નિશાન મળ્યા છે. જેથી મહિલાના મૃત્યુ અંગે શંકાઓ ઉપસ્થિત થતા હાલે પોલીસે અકસ્માત મૃત્યુની નોંધ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે. તો બીજી તરફ અંજાર શહેરના મતિયા નગરમાં રહેતા 45 વર્ષીય લાલજી આતુ મહેશ્વરી કોઇપણ કારણોસર પોતાના ઘરના પાણીના ટાંકામાં પડી ગયા હતા. જેના કારણે તેમનું મૃત્યુ નીપજ્યું હતું.

બાઉખામાં કપડા ધોતી વખતે પાણીના હોજમાં ડુબી ગયેલી મહિલાને કાળ આંબી ગયો
ભુજ તાલુકાના બાઉખા ગામે રહેતી 45 વર્ષીય સાઇબા ઇશાભાઇ સમા નામની મહિલા ગુરૂવારે સાંજે પાણીના હોજ પર પકડા ધોતી હતી ત્યારે અકસ્માતે તેણીનો પગ સ્લીપ મારી જતાં હોજમાં ડુબી ગઇ હતી. જેને કારણે વધુ પડતું પાણી પી જવાથી તાત્કાલિક બહાર કાઢીને હતભાગીને તેમના પતિ ઇશાભાઇ સામધભાઇ સમા સારવાર માટે ભુજ જી.કે.જનરલ હોસ્પિટલમાં લઇ જતાં જ્યાં હાજર પરના તબીબે મૃત જાહેર કરી હતી. માનકુવા પોલીસે બનાવની નોંધ લઇ આગળની કાર્યવાહી હાથ ધરી છે

અન્ય સમાચારો પણ છે...