ભાસ્કર લેટનાઈટ:અંજારના ખેડોઈ નજીકથી લાખોનો શરાબ ભરેલું ટેન્કર રાત્રે ઝડપાયું

અંજારએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • થર્ટી ફર્સ્ટ અને ગ્રામ પંચાયતની ચૂંટણી સમયે જ જંગી જથ્થો પકડાયો
  • 400થી વધુ પેટી શરાબ અને જંગી માત્રામાં બીયરના જથ્થા સાથે 1 જબ્બે

ગ્રામ પંચાયતની ચૂંટણી અને વર્ષનો છેલ્લો દિવસ 31 ડિસેમ્બરની પ્યાસીઓ ઉજવણી કરે તે પહેલાં જ અંજાર પોલીસે તેમના મનસૂબા પર પાણી ફેરવી નાખ્યું હતું અને ખેડોઈ નજીકથી જંગી પ્રમાણમાં શરાબનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો.

આ અંગે અંજાર પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ અંજાર પોલીસ મથકના પી.આઈ. એમ.એન. રાણાને બાતમી મળી હતી કે ખેડોઈ નજીકથી જીજે 12 એવાય 7681 નંબરનો ટેન્કર છલોછલ શરાબ ભરી પસાર થઈ રહ્યો છે. જે બાતમી આધારે અંજાર પોલીસના પી.આઈ. સહિતનો કાફલો ખેડોઈ નજીક પહોંચી ગયો હતો અને મોડી રાત્રે શરાબથી ભરેલા ટેન્કરને ઝડપી લીધો હતો. આ દરોડા બાદ એક અંદાજ મુજબ એ ટેન્કરમાં 400થી વધુ શરાબની પેટી અને જંગી માત્રામાં બિયરનો મુદ્દામાલ હોવાનું અનુમાન લગાવવામાં આવ્યો છે.

આ લખાય છે ત્યાં સુધીમાં શરાબ અને બિયરનો મુદ્દામાલ ટેન્કર માંથી બહાર કાઢી પોલીસ મુદ્દામાલનો આંકડો લઈ રહી હતી. પરંતુ લાખો રૂપિયાનો મુદ્દામાલ પ્યાસીઓ જુએ તે પહેલાં જ પકડાઈ જતા અનેકોના મનસૂબાઓ પર પાણી ફરી વળ્યું હતું.

આ અનવે અંજાર પોલીસ મથકના પી.આઈ. એમ.એન.રાણાનો સંપર્ક સાધતા તેમને જણાવ્યું હતું કે,આ દરોડામાં ટેન્કર ચાલકને ઝડપી લેવામાં આવ્યો છે અને હાલે મુદ્દામાલની ગણતરી ચાલુમાં છે. હાલે ટેન્કર ચાલકની પૂછપરછ ચાલુમાં છે. જેથી આ અંગે વધુ કઈ સ્પષ્ટ કહી શકાય તેમ નથી.