તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અવિશ્વાસની દરખાસ્ત:અંજારના મથડા ગામના સરપંચ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત પસાર કરાઈ

અંજાર4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સરપંચ પોતાની કામગીરી નિષ્ઠાપૂર્વક બજાવતા ન હોવાનો આક્ષેપ
 • 7-0થી સરપંચ વિરુદ્ધ પંચાયતમાં ઠરાવ પસાર કરાયો, મહિના પહેલા ટીડીઓને લેખિત જાણ કરાઈ હતી

અંજાર તાલુકાના મથડા ગામના સરપંચ સામે અવિશ્વાસની દરખાસ્ત પસાર થતાં તાલુકાના ગ્રામીણ રાજકારણમાં ભરશિયાળે ગરમી આવી હતી. સરપંચ કાસમ ઉંમર અબડા પોતાની કામગીરી નિષ્ઠાપૂર્વક બજાવતા ન હોવાથી અને ગ્રામ પંચાયતની સુખકારી, વિકાસલક્ષી કામગીરી કરવામાં નિષ્ફળ ગયા હોવાનો આક્ષેપ કરી ગ્રામ પંચાયતના ઉપસરપંચ સહિત સાત સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત કરી હતી. જે સંદર્ભે ગ્રામ પંચાયતની સભામાં 7-0થી અવિશ્વાસનો ઠરાવ પસાર કરી પદ પરથી હટાવવામાં આવ્યા હતા.

આ અંગે મથડા ગામના ઉપસરપંચ હુસેન કાસમ રોહાએ વિગતો આપતા જણાવ્યું હતું કે ગામના સરપંચ પોતાના હોદ્દાની રૂએ પોતાની કામગીરી નિષ્ઠાપૂર્વક બજાવતા ન હતા. તેઓ ગ્રામ પંચાયતની સુખકારી, વિકાસલક્ષી કામગીરી કરવામાં નિષ્ફળ ગયા છે.

તેમણે ગ્રામ પંચાયતનાં સભ્યોને વિશ્વાસમાં લીધા વિના પોતાના અંગત સ્વાર્થ માટે ગામને નુકશાન થાય તેવી કામગીરી કરી છે. તે પોતાનાં અંગત આર્થિક સ્વાર્થને મહત્વ આપતાં હતા અને ગ્રામ વિકાસ કે ગ્રામજનોની સુખાકારીની પરવા ન કરતા હોય તેવી વ્યકિતને આ સરપંચ જેવા પદ પર રહેવાનો કોઈ અધિકાર નથી. સરપંચ કાસમ ઉંમર અબડા ગ્રામ પંચાયતની સામાન્ય સભામાં પણ તમામ સભ્યોનું સાંભળતા ન હતા કે રજુઆત કરવાની તક આપ્યા વિના સામાન્ય સભા પુરી કરી નાખતા હતા તેમજ ગેરધોરણે ઠરાવો પસાર કરી ગ્રામજનોને અન્યાય કરી રહયા હતા.

જેથી ગ્રામ પંચાયતનાં તમામ સભ્યોને ન છુટકે સરપંચ વિરૂધ્ધ આ અવિશ્વાસની દરખાસ્ત કરવાની ફરજ પડતા તા. 3/11ના તાલુકા વિકાસ અધિકારીને સરપંચને પદ પરથી હટાવવા અરજી કરી હતી. જે બાબતે એક મહિનો થઈ જતા આજે ગ્રામ પંચાયતના તમામ સભ્યોએ સરપંચ વિરુદ્ધ ઠરાવ પસાર કરી પદ પરથી હટાવ્યા હતા.

સરપંચે વિજલાઈન તથા પવનચક્કી માટે પંચાયતની જાણ બહાર બારોબાર NOC આપી
મથડા ગામના સરપંચે ગામમાંથી પસાર થતી વીજ લાઈન તથા પવનચક્કી માટેની એન.ઓ.સી. આપવા માટે ગ્રામ પંચાયતમાં એક પણ મીટીંગ કે સામાન્ય સભા બોલાવી ન હતી તેમજ આ એન.ઓ.સી બારોબાર કંપનીઓને આપી દીધી હતી તેમજ ગૌચર જમીનો અંગેની એન.ઓ.સી. પણ પોતાના અંગત સ્વાર્થ માટે આપી દીધી હતી તેમજ ગૌશાળા માટે કંપનીમાંથી કોઈ પણ વળતર મેળવ્યા વગર તથા ગ્રામ પંચાયતના સભ્યોને વિશ્વાસમાં લીધા વગર પરબારે એન.ઓ.સી. આપી ધૃણાસ્પદ કામગીરી કરી હતી. જે સંદર્ભે પંચાયતના સભ્યો દ્વારા અવિશ્વાસની દરખાસ્ત કરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો