લૂંટ:ભચાઉ-સામખિયાળી હાઇવે પર કારમાં આવેલા શખ્સે 20 હજારની લૂંટ ચલાવી

અંજાર7 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભચાઉ – સામખિયાળી હાઈવે રોડ પર કાર ચાલક પર હુમલો કરી 20 હજારની લૂંટ ચલાવાઈ હોવાની ઘટના સામે આવી છે. પોલીસે ફરિયાદના આધારે લૂંટારુંને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

આ અંગે ભચાઉ પોલીસ મથકેથી અંજારના હેમલાઈ ફળિયામાં રહેતા કાસમશા કરીમશા પીરશા શેખડાડાની ફરિયાદીને ટાંકીને મળતી માહિતી મુજબ ફરિયાદી મંગળવારની રાત્રે 12-30 વાગ્યાના અરસામાં ભચાઉ – સામખિયાળી નેશનલ હાઈવે રોડ પર ગુરૂકૃપા હોટલની સામેથી પોતાની બોલેરો મારફતે જઇ રહ્યા હતા ત્યારે એક અલ્ટો નંબર જી.જે 12 ડીએમ 1757 વાળી ગાડી ફરિયાદીની બોલેરો ગાડીને આંતરીને ઉભી રખાવી હતી. ત્યાર બાદ ગાડીમાંથી ઉતરેલા એક શખ્સ બોલેરો ગાડીના કાચને ધોકા વડે નુકશાન પહોંચાડયું હતું અને છરી બતાવી ભયમાં રાખીને ફરિયાદીને કહ્યું હતું કે તારા પાસે જે હોય તે આપી દે, જે બાદ ફરિયાદી પાસેથી રોકડા રૂ. 20 હજારની લૂંટ ચલાવી લૂંટારૂ નાસી ગયો હતો.

જે બાદ ફરિયાદીએ ભચાઉ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...