ક્રાઇમ:અંજારમાં મહિલા ચોર ટોળકીનો તરખાટ, ધોળા દિવસે 2 સ્ત્રીના પાકીટની તસ્કરી

અંજારએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • અનેક વખત ટોળકીની મહિલાઓ લોકોના હાથે પકડાઈ ગઈ હોવા છતાં પોલીસે કોઈ કાર્યવાહી જ ન કરી

અંજારમાં છેલ્લા કેટલાક સમયથી મહિલા ચીર ટોળકીએ હાહાકાર મચાવ્યો છે અને ધોળા દિવસે ખરીદી કરી રહેલી મહિલાઓના મોબાઈલ અને પાકીટની ચોરીને અંજામ આપી રહી છે. તો બીજી તરફ આ ચોર ગેંગની સદસ્યો અનેક વખત લોકોના હાથે ઝડપાઇ જતા તેને પોલીસ હવાલે કરવામાં આવી છે. પરંતુ પોલીસે કોઈ જ કાર્યવાહી ન કરી આ મહિલાઓને છોડી મૂકી હોવાના આક્ષેપો ઉઠી રહ્યા છે.

આ અંગે મળતી માહિતી મુજબ ગત બુધવારે બપોરે 12 વાગ્યાના અરસામાં 2 મહિલાઓ શહેરના મધવરાય મંદિર પાસે આવેલ શાકભાજી માર્કેટમાં ખરીદી કરી રહી હતી. જેમની નજર ચૂકવી બંને મહિલાની થેલીઓ માંથી 14,500ની કિંમતના 2 મોબાઈલ તેમજ રોકડા રૂ. 4500ની ચોરીને અંજામ આપી મહિલા ચોર ટોળકીની સદસ્યો ત્યાંથી નાસી ગઈ હતી. જે બાદ પાણીપુરીની લારી પાસે પણ એક મહિલાનો મોબાઈલ આ ચોરગેંગની ટોળકી દ્વારા કરવામાં આવી હતી. જેથી મહિલાને જાણ થઈ જતા તેને પકડી પણ લેવામાં આવી હતી. પરંતુ પોલીસ આવે તે પહેલા જ ચોર ટોળકીની માહિક ત્યાંથી ભાગી ગઈ હતી.

મહિલા ચોર ટોળકીની સદસ્ય સીસીટીવીમાં કેદ
દર રવિવાર ઉપરાંત જ્યારે જ્યારે બજારમાં ભીડ થાય ત્યારે ચોરીને અંજામ આપવા પહોંચી આવતી અંજારની મહિલા ચોર ટોળકીની સદસ્ય ચોરી કરી ભાગી રહી હતી ત્યારે બજારમાં આવેલ એક દુકાનના સીસીટીવીમાં તેનો ચહેરો કેદ થઈ ગયો હતો. જે ફૂટેજ લોકો દ્વારા પોલીસ મથકે રજૂ પણ કરવામાં આવી હતી છતાં અંજાર પોલીસે કોઈજ પ્રકારની કાર્યવાહી કરી ન હોવાના આક્ષેપો ઉઠ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...