તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:અંજારમાં કન્ટેઇનર ભરેલ ટ્રેઇલર પલટાયું

અંજાર5 મહિનો પહેલા
 • કૉપી લિંક

અંજાર નજીક કન્ટેઇનર ભરેલ ટ્રેઇલર પલટાઈ જતા કન્ટેઇનરમાં ભરેલ સામાનને નુકશાન પહોંચતા ફરિયાદ કરવામાં આવી હતી.આ અંગે અંજાર પોલીસ મથકેથી ગાંધીધામબી પી.એસ. શિપિંગ એન્ડ લોજીસ્ટિકમાં ફરજ બજાવતા ક્રિપાલસિંહ ગોહિલની ફરિયાદને ટાંકીને મળતી માહિતી મુજબ ટ્રેઇલર નં. જીજે 12 બીવી 7132નો ચાલક કાર્ગો ઝૂંપડપટ્ટી, ગાંધીધામમાં રહેતો વિનય બબન રાય ટ્રેઇલરમાં કન્ટેઇનર ભરી મુન્દ્રા તરફ જતો હતો ત્યારે અંજારથી થોડે દુર પહોંચતા અચાનક ટ્રેઇલર પલટી મારી ગયું હતું. જેની ટ્રેઇલરના ચાલકે ફરિયાદીને ફોન કરી જાણ હતી. પરંતુ જ્યારે ફરિયાદી ઘટના સ્થળે પહોંચ્યા ત્યાં ચાલક નાસી ગયો હતો અને ટ્રેઇલર પલટાઈ જવાના કારણે કન્ટેઇનરમાં ભરેલા સામાનને પણ નુકશાન થયું હતું. જે અંગે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો