ક્રાઈમ:ભચાઉમાં આધેડને મરવા મજબૂર કરનારા શખ્સ સામે ગુનો નોંધાયો

અંજારએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વારંવાર ફોન કરી ઉઘરાણી કરતા અંતિમ પગલું ભર્યું
  • 5 લાખ ઉધાર લઇ આપી દીધા છતાં વધુ રૂપિયા મેળવવા જેલમાં પુરાવી દેવાની ધમકી આપતા આધેડે જીવનલીલા સંકેલી હતી, સ્યુસાઇટ નોટ પણ મળી આવી

ભચાઉ-વોંધ વચ્ચે આવતી સોલ્ટ કંપનીની ઓરડીમાં ગત 15મીએ આધેડે ગળે ફાસો ખાઈ આપઘાત કરી લીધો હતો. જે બાદ પોલીસ તપાસમાં આધેડે લખેલી સ્યુસાઇટ નોટ મળી આવતા આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે.

આ અંગે ભચાઉ પોલીસ મથકેથી અંજાર તાલુકાના ભીમાસર ગામે રહેતા કાનાભાઈ બાબુભાઈ ઝરુની ફરિયાદને ટાંકીને મળતી માહિતી મુજબ ગત તા. 15ના ફરિયાદીના મોટા ભાઈ 47 વર્ષીય ઘેલાભાઈએ ભચાઉથી વોંધ વચ્ચે આવતી અરિહંત સોલ્ટની ઓરડીમાં ગળે ફાસો ખાઈ લીધો હતો. જે બાદ તેમની અલ્ટો કાર માંથી એક સ્યુસાઇટ નોટ મળી આવી હતી. જેમાં જણાવ્યા મુજબ 9687419154 વાળા નંબર પરથી તેમને વારંવાર ફોન આવી રહ્યા હતા અને રૂ. 15 લાખ આપો નહિતર જેલમાં પુરાવી દઈશ તેવી ધમકી આપવામાં આવી રહી હતી.

જેથી ફરિયાદીના ભાઈએ અન્ય લોકો પાસેથી રૂપિયા મેળવી આરોપીને રૂ. 5 લાખ ચૂકવી પણ દીધા હતા. તેમ છતાં વધુ રૂપિયા મેળવવા વારંવાર ફોન કરી માનસિક ત્રાસ આપી ફરિયાદીના ભાઈને મરવા મજબૂર કરતા તેમણે ગળે ફાસો ખાઈ આપઘાત કરી લીધો હતો. જે બનાવ બાદ ફરિયાદીએ મોબાઈલ નંબર વાળા આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...