તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:ખેડોઈ પાટિયા પાસેથી શરાબ ભરેલી કાર ઝડપાઇ

અંજાર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બે આરોપીઓની અટક, એકનું નામ ખુલ્યું

અંજાર તાલુકાના ખેડોઈ ગામના પાટિયા પાસે 168 બોટલ શરાબના જથ્થા સાથે કાર મળી આવતા પોલીસે 2 આરોપીઓને 2,30,000ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો.

આ અંગે અંજાર પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ પોલીસને બાતમી મળી હતી કે ખેડોઈ ગામના પાટિયા પાસે શરાબના જથ્થા સાથે એક કાળા કલરની કાર પસાર થવાની છે જે બાતમી આધારે કારને થોભવતા તેમાંથી નાની ખેડોઈ ગામમાં રહેતા 27 વર્ષીય મયુરસિંહ નવલસિંહ જાડેજા તથા 33 વર્ષીય હરેશ ખીમજી બલિયા નામના આરોપીઓ મળી આવ્યા હતા અને કારની તપાસ કરતા તેમાંથી જુદી જુદી બ્રાન્ડની રૂ. 63,000ની 168 બોટલ શરાબનો જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસે શરાબ ઉપરાંત 1,50,000ની કાર તેમજ રૂ. 17,000ના બે મોબાઈલ સહિત કુલ રૂ. 2,30,000નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. બાદ આરોપીઓની પૂછપરછ કરતા આ શરાબનો જથ્થો મોટી ખેડોઈ ગામમાં રહેતા ધર્મરાજસિંહ જાડેજાએ આપ્યો હોવાનું કબૂલ્યું હતું. જેથી પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુન્હો દાખલ કરી આગળની ધોરણસરની તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

    વધુ વાંચો