ભુજ:અંજારમાંથી 9 શકુનીઓ 23,850ની રોકડ સાથે ઝડપાયા

અંજાર3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે રોકડ તેમજ 6 મોબાઈલ સહિત 33,850નો મુદ્દામાલ કબ્જે કર્યો

કુંભારચોક પાસેના અમરાવાળા કુવા પાસેના ખુલ્લા વાડામાં ગંજીપાના વડે જુગાર રમી રહેલા 9 શકુનીઓને 33,850ની રોકડ તેમજ 6 મોબાલઇ સહિત અંજાર પોલીસે ઝડપી લીધા હતા. આ અંગે અંજાર પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ પોલીસને બાતમી મળી હતી કે કુંભારચોક પાસે આવેલ અમરાવાળા કુવા પાસે રહેતા 35 વર્ષીય મજીદ ઇસ્માઇલ થેબા પોતાના રહેણાંક મકાન પાસે આવેલ ખુલ્લા વાડામાં માણસો ભેગા કરી ગંજીપાના વડે જુગાર રમાડી રહ્યો છે. જેથી બાતમી વાળી જગ્યાએ પોલીસે દરોડો પાડતા મજીદ ઇસ્માઇલ થેબા ઉપરાંત હોથી ફળિયામાં રહેતા 38 વર્ષીય બાસીદ રમજું સુરંગી, 35 વર્ષીય મામદ ઇબ્રાહિમ થેબા, જુના પાંજરાપોળ પાસે રહેતો 29 વર્ષીય રવીનાથ કાંતિનાથ નાથબાવા, કુંભાર ચોકમાં રહેતો 35 વર્ષીય શબિર મામદ કુરેશી, સિનુગ્રા ગામે રહેતો 30 વર્ષીય ઓસમાણ સીધીક અબડા, અમરાવાળા કુવા પાસે રહેતો 19 વર્ષીય રિયાઝ ઇબ્રાહિમ બુકેરા, 57 વર્ષીય હાસમ હાજીભાઈ સુરંગી તથા હોથી ફળિયામાં રહેતો 27 વર્ષીય આતીફ મામદ સુરંગીને 23,850ની રોકડ તેમજ આરોપીઓ પાસેથી મળેલા 10,000ની કિંમતના 6 મોબાઈલ સહિત કુલ રૂ. 33,850નો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...