તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:8 ચોરીને અંજામ આપનારો અંજારનો ચોર ઝડપાઇ ગયો

અંજાર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી પોલીસે આરોપીને દબોચી લીધો

અંજાર અને ભુજમાં 8 ચોરીને અંજામ આપી નાસતા-ફરતા આરોપીને અંજાર પોલીસે હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી ઝડપી પાડ્યો હતો.આ અંગે અંજાર પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે, ગત તા. 16/5ના ગંગાનાકે આવેલી મુકેશ ફતનદાસ રાજાણીની કેબિનના તાળા તોડી કુલ રૂ. 15000ના મુદ્દામાલની ચોરી થઈ હતી.

જે બનાવમાં આરોપી સીસીટીવીમાં કેદ થઈ જતા તેની તપાસ કરતા વિજય નગર, કોર્ટ પાછળ અંબે માં ના મંદિર સામે રહેતો કાનજી ઉર્ફે કાનો પ્રેમજીભાઈ વાઘમશી (સોરઠીયા) હોવાનું સામે આવતા આરોપીના નામજોગ ફરિયાદ નોંધાઇ હતી. જે બાદ પોલીસને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી બાતમી મળી હતી કે આ કુખ્યાત ચોર ઈસમ વિજય નગરમાં આવ્યો છે. જેથી પોલીસે આયોજન કરી આરોપીને ઝડપી પાડ્યો હતો. આ પ્રોફેશનલ ચોરની ધરપકડ થઈ જતા અંજાર પોલીસ મથકે નોંધાયેલા ચોરીના 6 ગુના અને ભુજ બી ડિવિઝન પોલીસ મથકે નોંધાયેલા 2 ગુના સહિત કુલ 8 ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલાઈ ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...