તંત્રનું હકારાત્મક વલણ:અંજારમાં 66 શેરી ગરબાને મંજૂરી, છેલ્લી ઘડી સુધી કામગીરી ચાલી

અંજાર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પ્રથમ નોરતે જ 10થી વધુ અરજી આવી, તંત્રએ હકારાત્મક વલણ અપનાવ્યું

કોરોના મહામારીના કારણે ગત વર્ષે નવરાત્રીનું આયોજન ન થઈ શક્યું હોવાના કારણે આ વર્ષે ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે સરકાર દ્વારા આ વખતે શેરી ગરબાને શરતી મંજૂરી આપવામાં આવતા અંજારમાં છેલ્લી ઘડી સુધી પરવાનગી મેળવવા લોકોએ અરજી કરી હતી અને તંત્રએ હકારાત્મક વલણ સાથે મંજૂરી આપી પણ હતી.

આ અંગે અંજાર મામલતદાર કચેરીના ઇરફાનભાઈ ગાસુરાએ વિગતો આપતા જણાવ્યું હતું કે, શેરી ગરબાની મંજૂરી સંદર્ભે કુલ 66 અરજીઓ આવી હતી. જે તમામને પોલીસ વિભાગ તેમજ મામલતદાર કચેરી દ્વારા મંજૂરી આપવામાં આવી છે. પહેલા નોરતાના દિવસે જ 10થી વધુ અરજીઓ આવી હતી. જે તમામને પણ કચેરીના છેલ્લા સમય સુધી પરવાનગી આપવામાં આવી હતી. જેથી અંજારમાં કુલ 66 સ્થળોએ નવરાત્રીનું આ વર્ષે આયોજન થશે.

મુન્દ્રામાં પણ શેરી ગરબીનો વિકલ્પ બચ્યો
મુન્દ્રામાં કોમર્શિયલ ગરબીના આયોજકો એ આયોજન કરવાનું માંડી વાળતા હવે રંગરાસિયાઓ માટે શેરી ગરબી નો એકમાત્ર વિકલ્પ બચ્યો છે. હાલ મુન્દ્રા ના શાસ્ત્રી મેદાન અને સાડાઉ રોડ સ્થિત રિસોર્ટમાં ગરબીનું આયોજન કરતા જાયન્ટ સંચાલકોએ નવરાત્રી કરવાનું મુલત્વી રાખતાં હવે ખેલૈયાઓ ને ઓસવાળ શેર,ખારવા ચોક,વૈભવ પાર્ક તથા હિંગલાજ નગરમાં થતી શેરી ગરબીઓ પર આધારિત રહેવું પડશે.પણ તેમનો ઉત્સાહ જોતાં આંતરિક ગરબીઓમાં રંગ જામે તેવી પરિસ્થિતી સર્જાઈ છે ત્યારે હળવી થયેલી કોરોના મહામારી પ્રત્યે સજાગતા કેળવવી જરૂરી બની હોવાનો મત નગરનો બુદ્ધિજીવી વર્ગ પ્રગટ કરી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...