તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:મેઘપર-કુંભારડીમાં જુગાર રમતા 6 શખ્સો ઝડપાયા

અંજાર5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે રૂ. 21,000નો મુદ્દામાલ કબ્જે કર્યો

અંજાર તાલુકાના મેઘપર-કું.માં જાહેરના જુગાર રમતા 6 શખ્સોને પોલીસે રૂ. 21,000ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. આ અંગે અંજાર પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ પોલીસને બાતમી મળી હતી કે મેઘપર-કું.માં આવેલી મેઘમાયા સોસાયટીના રામાપીર મંદિર પાછળના મકાનના ખુલ્લા ફળિયામાં અમુક લોકો જાહેરમાં જુગાર રમી રહ્યા છે. જે બાતમીના આધારે પોલીસે દરોડો પાડતા ગાંધીધામમાં રહેતા 64 વર્ષીય હમીર આતુભાઈ મહેશ્વરી, મેઘમાયા સોસાયટીમાં રહેતા 45 વર્ષીય રાજેશ કાનજી મારવાડા, બારવાડી, આદિપુરમાં રહેતા 58 વર્ષીય પ્રવીણભાઈ ખેતસી ઠક્કર, મેઘમાયા સોસાયટીમાં રહેતા 51 વર્ષીય તેજમલ વાલજી બોખાણી, વોર્ડ 1/એ, આદિપુરમાં રહેતા 54 વર્ષીય પેથાભાઈ મુળજીભાઈ મહેશ્વરી તેમજ ગુરુકૃપા, મેઘપર-કું.માં રહેતો 45 વર્ષીય જુસબશા અલીશા શેખ રોકડ રૂ. 6000 તેમજ રૂ. 15,000ની કિંમતના 6 મોબાઈલ સહિત કુલ રૂ. 21,000ના મુદ્દામાલ સાથે ઝડપાઇ ગયા હતા. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો