માર્ગદર્શન:અંજારમાં સ્પર્ધાત્મક પરીક્ષાના માર્ગદર્શન કેમ્પમાં 55 ક્ષત્રિય યુવા-યુવતીઓ જોડાયા

અંજાર20 દિવસ પહેલા
  • કૉપી લિંક

વંડર પબ્લિક સ્કૂલ તથા અંજાર ક્ષત્રિય વિધવા સહાય સેવા સમિતિ દ્વારા સંચાલિત સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીના કેમ્પનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ ક્લાસમાં ક્ષત્રિય સમાજના કુલ 55 દીકરા-દિકરીઓએ નામ નોંધાવ્યા છે. જેમાંથી બહાર ગામથી આવતા દીકરા દીકરીઓને રહેવા તથા જમવાની સગવડ કરી આપવામાં આવશે. જેમાં આર્થિક સહયોગ દેવેન્દ્રસિંહ ડી. ઝાલા તથા સમાજના વિવિધ આગેવાનો તરફથી આપવામાં આવશે.

આ કેમ્પમાં ક્ષત્રિય સમાજના પ્રમુખ સુધીરસિંહ બી. જાડેજા, કિશોરસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, હરદીપસિંહ જાડેજા, દિલીપસિંહ વાઘેલા, શક્તિસિંહ જાડેજા, હરદીપસિંહ જાડેજા, ક્રિપાલસિંહ ઝાલા, ભાવનાબા જાડેજા, જયદીપસિંહ જાડેજા, શિક્ષકો અનિરુદ્ધસિંહ જાડેજા, ઇન્દ્રજીતસિંહ જાડેજા, જીતેન્દ્રસિંહ પરમાર, નરેન્દ્રસિંહ પરમાર, હરદેવસિંહ જાડેજા, જીતેન્દ્રસિંહ ઝાલા, નિર્મળસિંહ જાડેજા સેવા આપશે. આ કાર્યક્રમ ને સફળ બનાવમાં દેવેન્દ્રસિંહ ઝાલા, રાજેન્દ્રસિંહ જાડેજા વગેરેએ જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...