તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લોકાર્પણ:અંજાર તાલુકાના 3 માર્ગોનું ખાતમૂહુર્ત કરાતાં 5 ગામો લાભાન્વિત થશે

અંજારએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અંજાર વિસ્તારમાં આવતા ભુજ તા.ના ગામોના માર્ગોનું રીસરફેસીંગ થશે

અંજાર તાલુકાના હીરાપર ગામે રૂ. 3.18 કરોડના ખર્ચે રાજય સરકારના પંચાયત માર્ગ અને મકાન વિભાગ, ભુજ-કચ્છ અને પેટા વિભાગ મુન્દ્રા-કચ્છ દ્વારા મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ બનનારા રોડનું ખાતમૂહુર્ત કરવામાં આવ્યું હતું.

રાયપર-કનૈયાબે રોડ, નવાગામ-ખીરસરા-હીરાપર રોડ, ખીરસરાથી મુવારવાંઢ રોડના રીસરફેસીંગ કામનું ખાતમૂહુર્ત ઉપરાંત પાંચ ગામને લાભ આપતા રૂ.2.5 કરોડના ખર્ચે નિર્મિત હીરાપરથી મોખાણા ભુરાપરના રસ્તાનું લોકાર્પણ રાજયમંત્રી વાસણભાઇ આહીર દ્વારા કરાયું હતું. ધાણેટીથી નાડાપા સુધી રૂ.16 કરોડના ખર્ચે મંજુર થયેલા રોડ કામ તેમજ અંજાર વિધાનસભામાં આરોગ્ય માટે રૂ.1.5 કરોડની પોતાની ધારાસભ્ય ગ્રાન્ટ ફાળવણી અને જિલ્લામાં 129 જેટલા 66 કે.વી.સબ સ્ટેશનો કાર્યાન્વિત થયા છે એ વાત રાજયમંત્રીએ આ તકે જણાવી હતી. આ કાર્યક્રમમાં હીરાપર ગામના 4 યુવાનો અને 2 યુવતીઓ છેલ્લી પોલીસ ભરતીમાં ફરજ બજાવતાં થતાં તેમને સન્માનિત કરાયા હતા.

આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત સદસ્ય મ્યાજરભાઇ છાંગા, જન વિકાસ નિગમ ચેરમેન મહાદેવભાઇ માતા, અંજાર તાલુકા પંચાયત પ્રમુખ રાજીબેન હુંબલ, ઉપપ્રમુખ ચાંદરાણીના સરપંચ ધનજીભાઇ હુંબલ, હીરાપરના સરપંચ ગીતાબેન મહાદેવભાઇ માતા, કનૈયાબેના સરપંચ ઈશાભાઇ, રાયપરના સરપંચ શંભુભાઇ આહિર, નવાગામના સરપંચ નાનજીભાઇ સતવારા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...