કડક કાર્યવાહી:અંજારમાં 31 દબાણો હટ્યા, ફરી અતિક્રમણ થશે તો કડક કાર્યવાહી

અંજારએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભુજ ઓક્ટ્રોચોકીથી કળશ સર્કલ સુધીના માર્ગ પરથી હંગામી દુકાનો હટાવાઈ

અંજાર નગરપાલિકા દ્વારા વારંવાર દબાણ ખાલી કરવાની સૂચના આપી હોવા છતાં કોઈએ દાદ ન આપતા આખરે તંત્ર એક્સન આવ્યું હતું અને ભુજ ઓક્ટ્રોચોકીથી કળશ સર્કલ સુધીમાં 31 કાચા દબાણો હટાવી નાખવામાં આવ્યા હતા.

આ અંગે અંજાર નગરપાલિકાના ચીફ ઓફિસર જીગર પટેલે વિગતો આપતા જણાવ્યું હતું કે, ભુજ ઓક્ટ્રોચોકીથી કળશ સર્કલ વચ્ચે આવતી હંગામી મટન માર્કેટ, ચાની હોટલો, કેબીનો, પંચરની દુકાનો મળી કુલ 31 દબાણોને હટાવી નાખવામાં આવ્યા હતા. થોડા દિવસો પહેલા સ્વચ્છએ દબાણો હટાવી લેવા અંગે સૂચના અપાઈ હોવા છતાં દબાણ ખાલી કરવામાં ન આવતા તંત્ર દ્વારા કાર્યવાહી કરાઈ હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે આ વિસ્તારમાં અનેક વખત દબાણ હટાવવાની કાર્યવાહી કરાઈ છે. પરંતુ થોડા દિવસોમાં જ ફરી દબાણ કરી લેવામાં આવે છે. પરંતુ હવે દબાણ હટાવ્યાની કામગીરી બાદ જો ફરીથી કોઈ એ સ્થળે દબાણ કરશે તો લેન્ડ ગ્રેબિંગ એકટ હેઠળ કાર્યવાહી થશે.

ગંગાનાકે બનેલી મટન માર્કેટને કાર્યરત કરાશે
અંજાર નગરપાલિકા દ્વારા વર્ષો પહેલ ગંગાનાકા વિસ્તારમાં મટન માર્કેટ બનાવવામાં આવી હતી. જે માટે દુકાનોની હરરાજી પણ કરાઈ હતી. પરંતુ કોઈપણ કારણોસર એ દુકાનોમાં વેપારીઓ વેપાર કરવા ગયા જ ન હતા અને ભુજ ઓક્ટ્રોચોકી પાસે કેબીન રૂપી દબાણો કરી વેપાર કરવા લાગ્યા હતા. જે બાદ હવે ફરી પાલિકાને બંધ પડેલી મટન માર્કેટને પુનઃ શરૂ કરવાનું વિચારી આ દબાણ હટાવવાની કામગીરી કરાઈ હોવાનું પાલિકાના સૂત્રોએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...