તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દરોડા:કચ્છના પ્રવેશદ્વાર આડેસર ચેકપોસ્ટ પર ફરી 30.38 લાખનો શરાબ ઝડપાયો

અંજારએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • બેન્ટોનાઈટ પાવડરના કટ્ટાની આડમાં છુપાવી કચ્છમાં ઘુસાડવામાં આવી રહેલો શરાબ મળી આવ્યો

કચ્છના પ્રવેશદ્વાર સમા આડેસર ચેકપોસ્ટ ખાતેથી પોલીસે ફરી એકવાર વિક્રમી રૂ. 30.38 લાખનો શરાબનો જથ્થો ઝડપી પાડ્યો હતો. ટ્રક મારફતે બેન્ટોનાઈટ પાવડરના કટ્ટાની આડમાં છુપાવીને કચ્છમાં ઘુસાડવામાં આવી રહેલા શરાબના જથ્થાને પોલીસે ઝડપી લઈ ફરી બદઇરાદાને નાકામ બનાવ્યો હતો. આ કાર્યવાહી દરમ્યાન રાજસ્થાનના એક શખ્સની અટક કરવામાં આવી હતી. જ્યારે અન્ય બેનું નામ ખુલતા ત્રણેય આરોપીઓ સામે પોલીસે ગુનો નોંધ્યો હતો.

આ અંગે આડેસર પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે, પૂર્વ બાતમીના આધારે પોલીસની ટીમ આડેસર ચેકપોસ્ટ પર વોચમાં ગોઠવાઈ હતી. જેમાં બાતમી મુજબની ટ્રક આવતા પોલીસે તેને અટકાવીને તેની તપાસ કરી હતી. જેમાં બેન્ટોનાઈટ પાવડરના કટ્ટાની આડમાં દારૂની પેટીઓ છુપાવવામાં આવી હતી. જેથી પોલીસે ટ્રકમાંથી જુદા - જુદા બ્રાન્ડની દારૂના ક્વાટરિયાની 30,194 નંગ બોટલ કબજે કરી હતી અને રૂ. 30,38,400 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો . તેમજ ટ્રકમાંથી રૂા. 16,875ની કિંમતના બેન્ટોનાઈટ પાવડનાર 150 કટ્ટા પણ મળી આવ્યા હતા. આ ઉપરાંત પોલીસે 15 લાખની ટ્રક, એક મોબાઈલ મળીને કુલ 45,60,275નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

આ દરોડા અંતર્ગત પોલીસે રાજસ્થાનના ભરતપુર જિલ્લાના નગલા ફિરોજપુર રહેતા આરોપી વસીમઅકરમ સોરાબ મેબની ધરપકડ કરી હતી. જ્યારે આ ઈંગ્લિશ દારૂનો જથ્થો જોતપુરમાં રહેતા ગંગા નામના શખ્સ મોકલાવ્યો હતો.. પોલીસે એક આરોપીની ધરપકડ કરવા ઉપરાંત જથ્થો મોકલાવનાર અને મંગાવનાર અજાણ્યા ઈસમ સામે ગુનો નોંધ્યો હતો.

તહેવાર પહેલા બુટલેગરના મનસૂબા પર પાણી ફર્યું
કચ્છના પ્રવેશદ્વાર એવા આડેસર ચેક પોસ્ટ ખાતેથી થોડા કેટલાક સમયથી મોટી માત્રામાં શરાબ ઝડપવામાં આવી રહ્યો છે ત્યારે હોળી-ધુળેટીના તહેવાર પૂર્વે જ પોલીસે વધુ એકવાર પ્રશંસનીય કામગીરી કરી કચ્છમાં ઘુસાડવામાં આવી રહેલો લાખોનો શરાબ ઝડપી બૂટલેગરોના મનસુબાઓ પર પાણી ફેરવી દેવામાં આવ્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો