તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હિટ એન્ડ રન:પૂર્વ કચ્છમાં હિટ એન્ડ રનની 3 ઘટનામાં 3 લોકોએ જીંદગી ગુમાવી

અંજાર,ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કંડલા હાઇવે પર ચેકપોસ્ટનું કામ કરાવતા સુપરવાઇઝર પર અજાણ્યું વાહન ફરી વળ્યું

અંતરજાળ ખાતે રહેતા અને પટેલ કન્સ્ટ્રકશનમાં સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતા 20 વર્ષીય હરિભાઇ બાબુભાઇ લાવડીયા ગત રાત્રે 12:30 વાગ્યે કંડલાથી ગાંધીધામ જતા માર્ગ પર ઝીરો પોઇન્ટથી આગળ ચેકપોસ્ટ પાસે રોડનું કામ કરાવી રહ્યા હતા ત્યારે પૂરપાટ જઇ રહેલા અજાણ્યા વાહન ચાલકે તેમને અડફેટે લેતાં પેટતેમજ ગુપ્ત ભાગે ગંભીર ઇજાઓ થવાને કારણે તેમનું મોત નિપજ્યું હતું. અકસ્માત સર્જી નાશી જનાર વાહન ચાલક વિરૂધ્ધ ભરતભાઇ રાજાભાઇ ડાંગરે કંડલા મરિન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પીઆઇ એ.જી.સોલંકીએ વધુ તપાસ હાથ ધરી છે.

ચાંદ્રાણી-અંજાર રોડ પર બાઇક હડફેટે રાહદારી આધેડનું મૃત્યુ
આ અંગે દુધઈ પોલીસ મથકેથી ટપ્પર ગામે રહેતા રાજાભાઇ કારશનભાઈ રબારીની ફરિયાદને ટાંકીને મળતી માહિતી મુજબ તા. 8/7ના સાંજે 5-30 વાગ્યે અંજાર-ચાંદ્રાણી રોડ પર ગૌશાળા સામે ટપ્પર ગામે રહેતા ફરિયાદીના કાકા 50 લધાભાઈ કમાભાઈ રબારી પગપાળા જઇ રહ્યા હતા, ત્યારે ચાંદ્રાણી ગામે રહેતા સુરેશ કરશનભાઈ વાણીયાએ બાઇક મારફતે તેમને હડફેટે લેતા માથામાં ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું મૃત્યુ થયું હતું. આ બનાવમાં આરોપીને પણ ફ્રેક્ચર સહિતની ઈજાઓ પહોંચી હતી. બનાવ અંગે દુધઈ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ચોપડવા બ્રીજ ઉપર વાહન અડફેટે રાહદારી યુવાને જીવ ગુમાવ્યો
ભચાઉ તાલુકાના ચોપડવા બ્રીજ ઉપર તા.8/7 ના સવારે 7:30 વાગ્યા પહેલાં કોઇ પણ સમયે જઇ રહેલા 45 વર્ષીય રાજેન્દ્ર શ્રીજીચરણ રામને અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતાં તે ફંગોળાઇ નીચે પટકાયો હતો જેમાં તેને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતાં તેનું મોત નિપજ્યું હતું. મૃતકના પિતરાઇ ભાઇ બલ્કુરામ કાલીચરણ રામે ભચાઉ પોલીસ મથકે અકસ્માત સર્જી ફરાર થઇ ગયેલા વાહન ચાલક વિરૂધ્ધ ગુનો નોંધાવ્યો છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...