ક્રાઇમ:અંજારના દબડા વિસ્તાર માંથી 3 લાખની બોલેરો ચોરાઈ

અંજારએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

અંજારના દબડા વિસ્તાર માંથી 3 લાખની બોલેરો ચોરાઈ જતા ફરિયાદ નોંધાવવામાં આવી હતી. બનાવ અંગે અંજાર પોલીસ મથકેથી ફકીરાવાસ, વરસામેડીમાં રહેતા 38 વર્ષીય રજાક સુલેમાન મગરિયાની ફરિયાદને ટાંકીને મળતી માહિતી મુજબ તા. 9/11ના શહેરના દબડા ચાર રસ્તા પાસે આવેલી ગાયત્રી મોટર્સ પાસે ફરિયાદીની 3,00,000ના કિંમતની બોલેરો પિકપ ગાડી નં. જીજે 01 બીયુ 7852 કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી ગયો હતો. જે અંગે અંજાર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...