તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
અંજારમાં ઓક્ટોમ્બર માસમાં 2 મહિના પહેલા જ શરૂ કરાયેલા મોબાઈલના શોરૂમ માંથી અંદાજિત 10 લાખ રૂપિયાના મોબાઇલની ચોરી થઈ હતી. જે બનાવ સંદર્ભે પોલીસ ઊંધા માથે પડી હોવા છતાં કોઈ સુરગ મળ્યો ન હતો. તેવામાં પૂર્વ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચને આ બાબત અંગેની જાણકારી મળી જતા પોલીસપુત્ર સહિતના 3 યુવાનોની ધરપકડ કરી તેમના પાસેથી રૂ. 6.69 લાખના મોબાઈલો પરત મેળવી લેવાયા હતા.
આ અંગે પૂર્વ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આપવામાં આવેલી વિગતો મુજબ અંજારના તૂરીયાવાડમાં આવેલી ફોનહોલિક નામની મોબાઇલની મોબાઇલની દુકાન માંથી તા. 4/10/20ના રાત્રે અંદાજિત 2-30થી 4 વાગ્યા સુધીના અરસામાં ચોરીનો બનાવ બન્યો હતો. જે સંદર્ભે દુકાનદાર પ્રણવ કોડરાણીએ અંજાર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી અને નવા અને રિપેરીંગમાં આવેલા મોબાઈલ સહિત અંદાજિત રૂ. 10 લાખનો મુદ્દામાલ ચોરી થઈ ગયા હોવાનું જણાવ્યું હતું.
જે સંદર્ભે પૂર્વ કચ્છ એલ.સી.બી.ને બાતમી મળી હતી કે નખત્રાણા આઈ.બી.માં પોલીસ ઇન્સ્પેકટર તરીકે ફરજ બજાવતા લાભશંકર ભટ્ટનો પુત્ર મકાન નં. 97, ગુ.હા. બોર્ડ, નયા અંજારમાં રહેતો 25 વર્ષીય માધવ લાભશંકર ભટ્ટ, શિવશક્તિ સોસાયટી, નખત્રાણામાં રહેતો 21 વર્ષીય વિષ્ણુ નીતિનભાઈ જોશી દ્વારા આ ચોરીને અંજામ આપવામાં આવ્યો હતો અને ચોરીનો મુદ્દામાલ ઓધવ હોમ્સ, નવાવાસ, માધાપરમાં રહેતો 28 વર્ષીય ઉજાસ પ્રકાશભાઈ નાયકને આપવામાં આવ્યો હોવાની બાતમીના આધારે આ ત્રણેય આરોપીઓને રાઉન્ડ અપ કરી પૂછપરછ કરતા પોતાનો ગુનો કબુલ્યો હતો અને અલગ અલગ કંપનીના કુલ રૂ. 6,69,000નો મુદ્દામાલ પરત આપ્યો હતો. જેથી આ આરોપીઓ અને મુદ્દામાલને અંજાર પોલીસને સોંપવામાં આવ્યા હતા.
ચોરીના 2 દિવસ પહેલા પોલીસપુત્રએ રેકી કરી હતી
આ અંગે મળતી માહિતી મુજબ આ ચોરીનો મુખ્ય આરોપી પોલીસ પુત્ર માધવ ભટ્ટે અગાઉ અંજારના સવાસર નાકે મોબાઇલની દુકાન કરી હતી. જે બાદમાં બંધ પણ કરી નાખી હતી. ફોનહોલિક દુકાનમાં ચોરી કર્યાના 2 દિવસ પહેલા માધવે રેકી કરી હતી અને સતત અવર-જવર વધારી સંપૂર્ણ માહિતી મેળવ્યા બાદ ચોરીને અંજામ આપ્યો હતો.
ફરિયાદીએ શકદાર તરીકે નામ પણ આપ્યું હતું, છતાં આરોપી પોલીસપુત્ર હોવાથી તપાસ ન થઈ
આ અંગે અંગત સૂત્રોએ જણાવ્યું હતું કે આરોપીની અવર-જવર વધી હોવાથી અને બધું જાણવાની કોશિશ કરતો હોવાથી જે દિવસે ચોરી થઈ તે દિવસે જ દુકાનદારને માધવ પર શક હતો અને એ વાત તેમણે અંજાર પોલીસને જણાવી પણ હતી પરંતુ આરોપી પોલીસપુત્ર હોવાથી અંજાર પોલીસે તેની લાજ કાઢી હતી અને કોઈપણ જાતની તપાસ કરી નહતી.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.