તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:90 હજારના તમાકુ ઉત્પાદન ચોરનાર 3 જબ્બે, અંજારમાં તસ્કરો 3 હજારની રોકડ પણ ચોરી હતી

અંજાર10 મહિનો પહેલા
 • કૉપી લિંક

લોકડાઉન બાદ તમાકુ બનાવટની તમામ ચીજ વસ્તુઓના વેચાણ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવતા તમાકુની કાળા બજારી થવા લાગી છે અને 4થી 5 ગણા ભાવે તમાકુ ઉત્પાદનો વેચાઈ રહ્યા છે. તેવામાં કમાઈ લેવાની લાલચમાં અમુક અસામાજિક તત્વો દ્વારા તમાકુ બનાવટની ચીજવસ્તુની  દુકાનોને નિશાન બનાવી ચોરીને અંજામ આપવામાં આવી રહ્યા છે, જેમાં અંજારની લક્ષ્મી ટોકીઝ પાસે આવેલી તમાકુ બનાવટની ચીજ વસ્તુઓની હોલસેલ દુકાનમાં ખાતર પાડી રૂ.90,000ના તમાકુ ઉત્પાદનો અને 3000 રોકડની ચોરી કરનાર 3 ઇસમોને અંજાર પોલીસે ઝડપી લીધા હતા.  પોલીસે આપેલી  માહિતી મુજબ ગત તા. 16/4ના અંજારની લક્ષ્મી ટોકીઝ પાસે આવેલી ધરમ ટ્રેડિંગ નામની હોલસેલની દુકાનમાંથી બીડી, સિગરેટ તેમજ વિવિધ તમાકુ ઉત્પાદનો સહિત કુલ 90,000નો મુદ્દામાલ તેમજ ગલ્લામાં રાખેલ 3000 રોકડ નગરપાલિકા કચેરી સામે, કોલીવાસમાં રહેતો 22 વર્ષીય અજય રમેશ કોલી, સીતારામ પરિવારમાં રહેતો 27 વર્ષીય સુરેશ તુલસીભાઈ કોલી તેમજ 22 વર્ષીય રાહુલ ભીખાભાઇ કોલીએ ચોરી કરી હતી. જેને આજે અંજાર પોલીસે બાતમીના આધારે ઝડપી લીધા હતા અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો