તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફરિયાદ:અંજાર પોલીસ સ્ટેશન પાસે થયેલી મારમારીમાં 3 ફરિયાદો, છરી વડે લોહીયાળ મારામારી બાદ પોલીસમાં પણ દોડધામ

અંજાર25 દિવસ પહેલા
 • કૉપી લિંક

અંજાર પોલીસ મથકે ફરિયાદ કરવા આવેલા પક્ષો વચ્ચે મામલો બીચકાયો હતો અને કાયદાના રાક્ષકો સામે જ છરી વડે હુમલો કરવામાં આવતા સામસામે 2 લોકો ઘાયલ થયા હતા. જે સંદર્ભે બંને પક્ષે ક્રોસ ફરિયાદ થયા બાદ મહિલા દ્વારા પણ ફરિયાદ દાખલ કરાવામાં આવી હતી.

નિર્મલ નગર, મેઘપર-બો.માં રહેતા સ્મૃતિબેન દીપેન્દ્ર ચૌધરીની ફરિયાદને ટાંકીને મળતી માહિતી મુજબ વસ્તુધામ, મેઘપર-કું.માં રહેતી શબાના ઉર્ફે આંચલ આરીફ પઠાણે ફરિયાદીને ફોન કરી તારો ભાઈ મને પરેશાન કરે છે તેવી વાત કરતા ફરિયાદી આરોપીના ઘરે ગયા હતા. ત્યાં આરોપી મહિલા અને તેની સાસુએ ફરિયાદીને માર્યો હતો. જે સંદર્ભે મહિલા અંજાર પોલીસ મથકે ફરિયાદ નોંધવા જતા પહેલાથી જ આરોપી મહિલા તેમજ તેનો પતિ પોલીસ મથકે બેઠા હતા અને ઝઘડો થયો હતો.

છરી વડે થયેલા હુમલા સંબંધે વૃંદાવન સોસાયટી, મેઘપર-બો.માં રહેતા 37 વર્ષીય ધર્મેન્દ્ર હરવાન ચૌધરીએ ફરિયાદ નોંધાવી હતી કે આદિત્ય નગર, મેઘપર-કું.માં રહેતા નંદકિશોર ઉર્ફે નંદુભાઈ અટલને ફરિયાદીએ મારી બહેનને કેમ માર મારે છે તેવું કહેતા આરોપીએ છરી વડે હુમલો કર્યો હતો. સામા પક્ષે નંદુરામ મંસારામ જાટે ફરિયાદ નોંધાવી હતી કે પાડોશી આંચલબેન સાથે તેઓ પોલીસ ફરિયાદ કરવા આવ્યા હતા. જ્યાં ધર્મેન્દ્ર હરવાન ચૌધરીએ ફરિયાદી પર છરીના ઘા માર્યા હતા. જે સંદર્ભે ફરિયાદો નોંધાવવામાં આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો