ચોરી:એકતાનગરમાંથી 26 હજારના દાગીના ચોરાયા

અંજાર2 મહિનો પહેલા
  • કૉપી લિંક

પૂર્વ કચ્છમાં હાલ તહેવારોની સિઝન વચ્ચે સક્રિય બનેલી તસ્કર ગેંગ પોલીસ માટે પડકાર બની છે, જેમાં કાર્ગો એકતાનગરમાં બંધ ઓરડીનું તાળું તોડી તિજોરીમાંથી રૂ.26 હજારની કિંમતના દાગીના ચોરી થયા હોવાની ફરિયાદ બી-ડિવિઝન પોલીસ મથકે નોંધાઇ છે.

મુળ રાધનપુરના હાલે કાર્ગો એકતાનગરમાં રહેતા 27 વર્ષીય અમૃતભાઇ મોહતભાઇ સંખારીયાના પત્ની વતન ગયા હતા અને તેઓ તા.14/10 ના રોજ સવારે 9 વાગ્યે પોતાની ઓરડીને તાળું વાસી નોકરી પર ગયા હતા. બપોરે બે વાગ્યે તેઓ ઘરે પરત ફર્યા ત્યારે કમ્પાઉન્ડના દરવાજાને તાળું લાગેલું હતું. જે ખોલી તેઓ પોતાની ઓરડી પાસે પહોંચ્યા ત્યારે ઓરડીનું તાળું તૂટેલું જોવા મળ્યું હતું. અંદર જઇને તપાસ કરી તો અંદર લોક ન કરેલી તિજોરીમાંથી રૂ.9,000 ની કિંમતના ચાંદીના સળા,રૂ.13,000 ની કિંમતના ચાંદીના ઝેર અને રૂ.4,500 ની કિંમતની 1.350 ગ્રામની સોનાની બુટ્ટી મળી કુલ રૂ.26,500 ની કિંમતના દાગીના ચોરી થયા હોવાનો ખ્યાલ આવતાં આ બાબતે બી-ડિવિઝન પોલીસ મથકે આ ચોરી બાબતે તેમણે ફરિયાદ નોંધાવી હતી. પીએસઆઇ બી.વી.ચુડાસમાએ વધુ તપાસ હાથ ધરી છે.

મેઘપર-બો.માં ચડ્ડી-બનીયનધારી ગેંગે 2 ઘરોમાં ચોરીનો પ્રયાસ કર્યો
અંજાર પોલીસ મથકેથી મેઘપર-બો.ના ઓધવપાર્ક સોસાયટીમાં રહેતા 29 વર્ષીય યશેષ્ઠ શૈલેષભાઈ ગર્ગે ફરિયાદ નોંધાવી હતી કે, ફરિયાદી બહારગામ ગયા હતા. તા. 17/10ના ઘરે પરત આવતા દરવાજાની ગ્રીલ તૂટેલી હતી અને સમાન વેરવિખેર હતો. જેથી સીસીટીવી તપાસતા તા. 16ના મધરાત્રે ચડ્ડી-બનીયાનધારી 2 વ્યક્તિઓએ ઘર ફંફોડયું હોવાનું જણાયું હતું. આ બનાવમાં ચોરોને ઘરમાં ચોરી કરવા લાયક કઈ મળ્યું ન હતું. જે બાદ આ રાત્રે જ બાજુની સોસાયટીમાં રહેતા ધ્રુવભાઈ પટેલના ઘરમાં પણ આ જ રીતે ચોરીનો નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળતા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

સંકુલમાં બે વાહન ચોરી પણ નોંધાઇ
આદિપુરના કેસરનગર-2 માં રહેતા નાનજીભાઇ જેઠાભાઇ સોલંકીએ તા.14/10 ના બપોરે પોતાનું રૂ.20,000 ની કિંમતનું બાઇક બારવાળીમાં પાર્ક કર્યુ઼ં હતું જે ચોરી થયું હોવાની ફરિયાદ તેમણે આદિપુર પોલીસ મથકે નોંધાવી છે. નવી સુંદરપુરીના આહિરવાસમાં રહેતા મહેશભાઇ લાખાભાઇ જોગીએ તેમના શેઠનું રૂ.25,000 ની કિંમતનું બાઇક પોતાના ઘર પાસે તા.15/10 ના પાર્ક કર્યું હતું જે ચોરી થયું હોવાની ફરિયાદ નોંધાવી છે.

પોલીસે બે બાઇક ચોરીનો ભેદ ઉકેલી લીધો
ગાંધીધામ એ-ડિવિઝન પોલીસે સુંદરપુરી પાસે આવેલા પીઠળીયા મંડપ સર્વિસ પાસેથી કિડાણાના મહેબુબ સુલેમાન મથડા અને સુંદરપુરી પાણીના ટાંકા પાસે રહેતા જયંતિ ઉર્ફે જગદિશ રાજા પાલાને રૂ.55,000 ની કિંમતના બે ચોરાઉ બાઇક સાથે પકડી લઇ બે વાહન ચોરીનો ભેદ ઉકેલી લેતાં બની રહેલા ચોરીઓના બનાવ વચ્ચે નાની સફળતા હાથ લાગી હતી.

અન્ય સમાચારો પણ છે...