તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કચ્છમાં શરાબની હેરાફેરી અનલોક:સાપેડાની વાડીમાંથી 25.20 લાખનો શરાબ ઝડપાયો

અંજાર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પૂર્વ કચ્છમાં ચાલુ વર્ષે અત્યાર સુધી અંદાજે બે કરોડનો શરાબ પકડાઇ ચૂક્યો છે
  • વાહનો સહિત કુલ રૂ. 27.80 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો,એક આરોપી પોલીસના હાથે લાગ્યો, અન્ય તપાસ ચાલુ

અંજારમાં છેલ્લા કેટલાક સમયથી મોટી માત્રામાં શરાબનો જથ્થો ઝડપવામાં આવી રહ્યો છે. તેવામાં ફરી સાપેડા નજીકની એક વાડી માંથી 25.20 લાખનો શરાબના જથ્થા સાથે એક આરોપી ઝડપાઇ જતા પોલીસને મોટી સફળતા મળી હતી. આ અંગે અંજાર પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે, પોલીસને સચોટ બાતમી મળી હતી કે અંજાર સીમમાં આવતી સાપેડા પેટ્રોલપંપ નજીકની એક વાડીમાં પડાણા ગામે રહેતા મનુભા વિઠ્ઠુભા વાઘેલાએ મોટી માત્રામાં શરાબનો જથ્થો ઉતાર્યો છે. જે બાતમી આધારે સાપેડા ગામે રહેતા શાંતિલાલ ઉર્ફે પટેલ શામજીભાઈ ડાંગર તથા તેના કાકાઈ ભાઈ મુકેશ લખુભાઈ ડાંગરની વાડી પર દરોડો પાડવામાં આવ્યો હતો.

આ દરોડા દરમ્યાન વાડીના નવાણ પાસે આરોપી શાંતિલાલ ડાંગર હાજર મળી આવ્યો હતો. જેને પકડી પોલીસે તપાસ કરતા શટર વાળા રૂમમાં દારૂનો જથ્થો મળી આવ્યો હતો. સાથે નવાણ પાસે પડેલી અલ્ટો કારમાં શરાબની 5 પેટી તથા એક ઍક્સેસ મોપેડમાં પણ શરાબનો જથ્થો મળ્યો હતો. જેથી ઝડપાયેલા શરાબના જથ્થાની ગણતરી કરતા રૂ. 25,20,000ના કિંમતની 600 પેટી એટલે કે કુલ 7200 શરાબની બોટલો મળી આવી હતી.

જેથી પોલીસે શરાબના જથ્થા ઉપરાંત 10,500ની કિંમતના 3 મોબાઈલ, અલ્ટો કાર, ઍક્સેસ મોપેડ તથા 2 મોટર સાઇકલ સહિત કુલ રૂ. 27,80,500નો મુદ્દામાલ કબ્જે કરી આરોપી શાંતિલાલની અટક કરી હતી. જે બાદ પોલીસે હાજર ન મળેલા આરોપી મુકેશ ડાંગર, મનુભા અને શરાબ મોકલનાર અજાણ્યા શખ્સ સહિત 4 આરોપી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી.

પશ્ચિમ કચ્છ એલસીબી ખાલી હાથે પરત ફર્યા બાદ અંજાર પોલીસે દરોડો પાડી સફળતા મેળવી
ગુરુવારના સાંજના ભાગે પ્રથમ પશ્ચિમ કચ્છ એલસીબીને અંજાર નજીકની વાડીમાં શરાબ હોવાની બાતમી મળી હોવાથી તેમના દ્વારા સર્ચ કરવામાં આવ્યું હતું. પરંતુ બાતમી સચોટ ન હોવાના કારણે મહામહેનત કરી હોવા છતાં એલસીબીને કઈ મળ્યું ન હતું. જે બાદ અંજાર પોલીસ હરકતમાં આવી હતી અને બાતમી મેળવી દરોડો પાડી મોટી માત્રામાં શરાબ ઝડપી લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...