ક્રાઇમ:અંજાર માંથી 25,000ની બાઇક ચોરી, લીસ મથકે ફરિયાદ નોંધાવામાં આવી

અંજાર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અંજારના શિવગરપાર્ક સોસાયટી માંથી ઘર પાસે પાર્ક કરેલી બાઇક કોઈ અજાણ્યો ઈસમ ઉઠાવી ગયો હતો. ગંગાનાક પાસે આવેલી શિવગરપાર્ક સોસાયટીમાં રહેતા 52 વર્ષીય રમેશભાઈ ખીમજીભાઈ સોરઠીયાની ફરિયાદને ટાંકીને મળતી વિગતો મુજબ ગત તા. 22/5ના બપોરે 3-30 વાગ્યાના અરસામાં તેમણે તેમની 25,000ના કિંમતની જીજે 12 સીજે 3885 નંબર વાળી સ્પ્લેન્ડર પલ્સ બાઇક ઘર પાસે પાર્ક કરી હતી. જેને કોઈ અજાણ્યો ઈસમ ઉઠાવી જતા અંજાર પોલીસ મથકે ફરિયાદ નોંધાવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...