તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખાતમુહૂર્ત:ખંભરામાં 2.43 કરોડના રસ્તાના કામોનું ખાતમુહૂર્ત

અંજાર4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • રાજકીય-સામાજિક અગ્રણીઓની ઉપસ્થિતિમાં શિલાન્યાસ કાર્યક્રમ યોજાયો

અંજાર તાલુકાના ખંભરા ગામે રૂ.2.43 કરોડના ત્રણ વિવિધ રોડ રસ્તાઓનું ખાતમુહર્ત કરાયું હતું. પંચાયત માર્ગ અને મકાન વિભાગ ભુજ અને પંચાયત માર્ગ અને મકાન પેટા વિભાગ મુન્દ્રા દ્વારા નિર્માણ થનારા રોડ રસ્તાના ખાતમુહર્ત કરતાં રાજયમંત્રી વાસણભાઇ આહિરે જણાવ્યું હતું કે રૂ.74.57 લાખના ખર્ચે ખંભરા વાડી વિસ્તારથી પ્રાથમિક શાળા રોડ, રૂ.54.90 લાખના ખર્ચે સિનુગ્રાથી હડમતિયા અને રૂ.1.13 કરોડના ખર્ચે રતનાલ ચંદિયા-ભલોટ રોડના રીસરફેસીંગ પૈકી કુલ રૂ.2.43 કરોડના ખર્ચે આ રોડ રસ્તાઓ બનશે.

આ તકે તાલુકા પંચાયત પ્રમુખ ગોવિંદભાઇ ડાંગર, ભલોટ, ખંભરા, રતનાલ, ચંદિયા, સિનુગ્રાના સરપંચો અને મ્યાજરભાઇ છાંગા, ત્રિકમભાઇ છાંગા, વ્હાલાભાઇ હુંબલ, પ્રકાશ હુંબલ, સામજીભાઇ મહેશ્વરી, દક્ષાબેન ચાવડા, એપીએમસી ડાયરેકટર કરશનભાઇ, લતીફશાબાપુ, નરેન્દ્રસિંહ બાપુ, ઈન્ચાર્જ તાલુકા વિકાસ અધિકારી રમેશભાઇ વ્યાસ, સેકશન ઓફિસર સૈયદ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો