સંગ્રામ પંચાયત ચૂંટણી-2021:અંજાર તાલુકાના 21 ગ્રામ પંચાયતને મળ્યા નવા સરપંચ

અંજારએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કુલ 38813 લોકોના મતોએ આગામી 5 વર્ષ માટેના શાસકો નક્કી કર્યા

અંજાર તાલુકાની 24 ગ્રામ પંચાયતોની ચૂંટણી રવિવારે શાંતીપૂર્ણ રીતે સંપન્ન થયા બાદ મંગળવારે અંજારની કે.કે.એમએસ. ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે મતગણતરી કરવામાં આવી હતી. જેમાં નાટકીય પરિવર્તનો જોવા મળ્યા હતા. રવિવારના દિવસે અંજાર તાલુકાની 24 ગ્રામ પંચાયતો માટે કુલ 70.81 ટકા મતદાન નોંધાયું હતું. જે બાદ મંગળવારે મતગણતરી કરવામાં આવી હતી. જેમાં અંજાર તાલુકાના 21 ગામોને 21 સરપંચ તેમજ સભ્યો મળ્યા હતા.

અંજાર તાલુકાના 33 ગામોની ચૂંટણીનો એલાન કરવામાં આવ્યો હતો. જેમાંથી પશુડા, નગાવલાડીયા તથા બીટાવલાડીયા આથમણા ગ્રામપંચાયતો સમરસ જાહેર થઈ છે. તો ટપ્પર, ખેડોઈ, નાની નાગલપર, પાતિયા, લોહારિયા મોટા તથા સંઘડ ગ્રામ પંચાયત બિન હરીફ જાહેર કરવામાં આવી છે. ઉપરાંત બુઢારમોરા, મેઘપર-બો. તથા માથક ગ્રામ પંચાયતમાં સરપંચ પદ પણ બિનહરિફ જાહેર કરી દેવામાં આવી હોવાથી આ ત્રણ ગામોમાં માત્ર સભ્યોની ચૂંટણી યોજાઈ હતી. જે બાદ બાકી રહેતી 21 ગ્રામ પંચાયતોમાં ચૂંટણી જંગ જામ્યો હતો. અંજાર તાલુકાના 24 ગામોમાં 28361 પુરુષ અને 26453 સ્ત્રીઓ મળી કુલ 54814 મતદારો પૈકીના કુલ 38813 લોકોએ મતદાન કર્યું હતું.

ચાંદ્રાણી અને કોટડામાં ચિઠ્ઠી નાખી વિજેતા જાહેર કરાયા
અંજાર તાલુકાની ગ્રામ પંચાયતની ચૂંટણીમાં 2 ગામોમાં સભ્યપડના ઉમેદવારોને એક સરખા મતો મળતા ચિઠ્ઠી નાખી વિજેતા નક્કી કરવામાં આવ્યા હતા. જેમાં ચાંદ્રાણીના વોર્ડ નં 2માં બંને ઉમેદવારોને 93-93 મતો મળતા ચિઠ્ઠી નાખવામાં આવી હતી. તો કોટડામાં પણ વોર્ડ નં 4 માં બંને સભ્યપદના ઉમેદવારોને 92-92 મતો મળતા ચિઠ્ઠી નાખવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...