દુર્ઘટના:અંજારમાં કારે હડફેટે લેતા બાઈક સવાર 2 યુવાનો ફંગોળાયા, 1નુ મૃત્યુ 1 ઘાયલ

અંજાર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • કંડલામાં ડમ્પરનો ફાળકો અચાનક ખુલતાં ઈજાગ્રસ્ત યુવાનનું મોત
  • દહિસરા-કેરા રોડ પર બાઇકની ટકકરે રાહદારી વૃદ્ધનું મોત, ચાલક ઘાયલ

અંજાર બાયપાસ રોડ પર કાર અને બાઈક વચ્ચેના અકસ્માતમાં 2 યુવાનો રસ્તા પર જ ફંગોળાઈ જતા 1નુ મૃત્યુ થયું હતું જયારે 1 ઘવાયો હતો. તો બીજી તરફ દહીસરા ત્રણ પાસે ઓવરટેક કરવા જતા બાઈક ચાલકે 75 વર્ષીય વૃદ્ધને હડફેટે લઈ મૃત્યુ નીપજાવ્યું હતું. જે બનાવમાં બાઈક ચાલક ખુદ પણ ઘવાયો હતો.

આ અંગે અંજાર પોલીસ મથકેથી મોટી નાગલપર ગામે રહેતા હસમુખભાઈ બાબુભાઈ ગુસાઈની ફરિયાદને ટાંકીને મળતી માહિતી મુજબ તા. 9/1ના રાત્રે 10 વાગ્યાના અરસામાં ફરિયાદીનો પુત્ર યોગેશ અને તેનો મિત્ર સુમિત જોગી બાઈકથી આઈ.ટી.આઈ પાસેથી પસાર થતા હતા ત્યારે એક કારના ચાલકે તેને હડફેટે લીધો હતો. જેમાં યોગેસને શરીરના અંદરના ભાગમાં ગંભીર ઈજાઓ થતા તેનું સ્થળ પર જ મૃત્યુ થયું હતું. જયારે સુમિતને નાની મોટી ઈજાઓ થતા ભુજની જી.કે. જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.

તો બીજા બનાવમાં ભુજ તાલુકાના કુંદનપર નજીક દહિસરા ત્રણ રસ્તા પાસે રવિવારે મોડી સાંજે સર્જાયેલા અકસ્માતના બનાવમાં લાખેશ્વર મંદિર-મોમાય મંદિરની સામેના સાંકડા રોડ પર ટ્રકને ઓવર ટેક કરવાની લાયમાં કુંદનપર ગામે રહેતા રમેશ જીવરાજભાઇ થારૂ (ઉ.વ.21) નામના બાઇક ચાલકની અડફેટે 75 વર્ષીય સીધીકભાઇ ફુલીયા કોલી નામના રાહદારી વૃદ્ધને પાછળથી ટકકર મારતાં હતભાગીનું સારવાર દરમિયાન ભુજની ખાનગી હોસ્પિટલમાં રાત્રે મોત થયું હતું. જ્યારે અકસ્માત સર્જનાર બાઇક ચાલક યુવાનને સારવાર માટે ભુજ જી.કે.જનરલ હોસ્પિટલમાં દાખલ કર્યો હતો.

માનકુવા પોલીસે બનાવની નોંધ લઇ તપાસ હાથ ધરી છે. જ્યારે અંજારના અંબાપર ખાતે રહેતા 45 વર્ષીય શંભુભાઇ નારાણભાઇ ખટારિયા નામના શખ્સ કંડલા દીન દયાળ પોર્ટ પર ડમ્પર ખાલી કર્યા બાદ ડમ્પરના પાછળનો ફાલકો અચાનક ખુલી જતાં મોઢાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેમને સારવાર માટે આદિપુર હોસ્પિટલમાં ખસેડાતાં જ્યાં સારવાર દરમિયાન હતભાગી શંભુભાઇએ અંતિમ શ્વાસ લીધો હતો. કંડલા મરીન પોલીસ મથકે અકસ્માત મોત નોંધી વધુ તપાસ પીએસઆઇ આર. કે. દેસાઈએ હાથ ધરી છે

અન્ય સમાચારો પણ છે...