કાર્યવાહી:વરસામેડીના મકાનમાંથી 67 બોટલ શરાબ સાથે 2 ઝડપાયા

અંજાર6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દારૂ અને મોબાઈલ સાથે 40 હજારનો મુદ્દામાલ જપ્ત

અંજાર તાલુકાના વરસામેડી ગામની શાંતીધામ સોઆયટીના રહેણાંક મકાન માંથી 67 હજારના શરાબ સાથે 2 આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા. આ અંગે અંજાર પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે, પોલીસને બાતમી મળી હતી કે, અંજાર તાલુકાના વરસામેડી ગામની સીમમાં આવેલ શાંતિધામ વિસ્તારની મુખ્ય બજારમાં આવેલ મકાન નં. 444ના ઉપરના માળે રહેતા આરોપી 21 વર્ષીય દેવારામ વાગારામ જાખડ (જાટ) કાર્ગો ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતા 30 વર્ષીય ચુતરારામ હેમારામ ગોદારા (જાટ) સાથે મળી શરાબનો વેચાણ કરે છે.

જે બાતમી આધારે પોલીસે રહેણાંકના મકાન પર દરોડો પાડી જુદી-જુદી બ્રાન્ડની રૂ. 25640ના કિંમતની 67 બોટલ શરાબનો જથ્થા સાથે આરોપીઓની અટક કરી લીધી હતી. સાથે 15 હજારમાં 3 મોબાઈલ મળી કુલ રૂ. 40,640નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...