ધરપકડ:ભચાઉ હાઇવે પર 4.96 લાખના ચોરાઉ સળિયા સાથે 2 જબ્બે

અંજારએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભંગારના વાડામાંથી ચોરી કરી હોવાની કબૂલાત

ભચાઉ-સામખીયાળી હાઇવે પર રૂ. 4.96 લાખના ભંગારના વાડા માંથી ચોરી કરેલા લોખંડના સળિયા (ખિલાસરી)ના જથ્થા સાથે 2 ઇસમોને પૂર્વ કચ્છ એલ.સી.બી.એ ઝડપી લીધા હતા. આ અંગે મળતી માહિતી મુજબ ભચાઉ-સામખીયાળી હાઇવે પર બજરંગ ચૌધરી રાજસ્થાન હોટલના પાછળના ભાગે આવેલા રાજુભાઇ મારવાડીના ભંગારના વાડામાં દરોડો પાડવામાં આવ્યો હતો, જ્યાં રૂ. 4,96,100ના 9020 કિલો લોખંડના સળિયા (ખિલાસરી) ચોરી કરી રાજસ્થાનમાં રહેતા મીઠાલાલ ઉર્ફે રાજુ રામલાલ ગુર્જર તથા બજરંગ ચૌધરી રાજસ્થાન હોટલના પાછળના ભાગે આવેલા વાડામાં રહેતો રોહિત આત્મજ રામકરણ જતા હતા.

ત્યારે પૂર્વ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાંચ પોલીસ દ્વારા તેમને ઝડપી લેવામાં આવ્યા હતા અને આરોપીઓની પૂછપરછ કરવામાં આવી હતી. પરંતુ બન્ને જણાએ સંતોષકારક જવાબ આપ્યો નહતો જેથી એલસીબી દ્વારા બંને આરોપી સાથે મુદ્દામાલને ઝડપી લઈ ભચાઉ પોલીસના હવાલે કરવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...