તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:અંજારમાંથી 18.50, ગાંધીધામથી 4 લાખનો બેઝ ઓઈલનો જથ્થો જબ્બે

અંજાર24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે વાહન ચેકિંગ દરમિયાન 36.50 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો

અંજાર અને ગાંધીધામમાં એક જ દિવસે પડેલા 2 દરોડામાં કુલ રૂ. 22.50 લાખનો બેઝ ઓઈલનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો હતો. આ દરોડાઓમાં કુલ 36.50 લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો હતો. આ અંગે અંજાર પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે, અંજારના કળશ સર્કલ પાસે પોલીસ વાહન ચેકીંગ કરી રહી હતી ત્યારે એક શંકાસ્પદ ટેન્કર ત્યાંથી પસાર થયું હતું. તેને થોભાવવામાં આવ્યો હતો. જેની તપાસ કરતા તેમાંથી રૂ. 18,50,000ના કિંમતનો 24 હજાર લીટર બેઝ ઓઇલ મળી આવ્યો હતો.

જેથી પોલીસે ટેન્કર સહિત કુલ રૂ. 28.50 લાખનો મુદ્દામાલ ઝડપી લીધો હતો. જે બાદ ટેન્કર ચાલકની પૂછપરછ કરતા તેનો શેઠ માધાપરમાં રહેતા અંકિત રમેશચંદ્ર ઠક્કરને આપવાનું હોવાનુ જણાવતા પોલીસે બંને શખ્સો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. તો બીજી તરફ ગાંધીધામ બી ડિવિઝન પોલીસ દ્વારા પડાણામાં મેપલ કંપની સામે આવેલા વાડામાં દરોડો પાડવામાં આવ્યો હતો. જ્યાં સત્યરાજસિંહ ધર્મેન્દ્રસિંહ ગોહિલ બેઝ ઓઇલ વેચાણ કરી રહ્યો હતો. જેથી પોલીસે ટેન્કરમાં રાખેલો રૂ. 4 લાખનો 8 ટન બેઝ ઓઇલ સહિત કુલ રૂ. 8 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ બંને દરોડામાં બેઝ ઓઈલના સેમ્પલ લઈ લેબમાં મુકવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...