તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:અંજારમાં માત્ર 9 દિવસ માં 1.73 લાખનો દંડ

અંજાર4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કોરોના પ્રત્યે તંત્ર ગંભીર પણ લોકો કેમ નહિ? વારંવારની સૂચના છતાં માસ્ક પહેરવામાં લાપરવાહી
 • સંયુક્ત ટીમનો સપાટો: માસ્ક વગર ફરતા લોકો દંડાયા

દિવાળી બાદથી કોરોનાના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. જે સંદર્ભે કડક કાર્યવાહી કરવી જરૂરી હોય તંત્ર દ્વારા મામલતદાર, નગરપાલિકા અને પોલીસની એક વિશેષ ટિમ બનાવવામાં આવી છે. જે ટિમ કોરોનાના નિયમો ભંગ કરતા અને ખાસ માસ્ક ન પહેરતા લોકોને પકડી તેમને દંડ ફટકારે છે. જે અનુસંધાને અંજારમાં પણ અલગ અલગ ટિમો બનાવવામાં આવી છે. જે ટિમો પહેલાથી જ નક્કી કરાયેલ સ્થળે જઈ સવારથી સાંજ સુધી ફરજ બજાવે છે અને માસ્ક વગર ફરતા વાહન ચાલકો, દુકાનદારો, ગ્રાહકો, પગપાળા જતા રાહદારીઓ વગેરેને દંડે છે. જે અંતર્ગત છેલ્લા 9 દિવસથી ચાલી રહેલી કામગીરીમાં કુલ 173 લોકોને દંડવામાં આવ્યા છે.

કોરોનાની શરૂઆતથી જ અંજારમાં કોરોના સંક્રમણ વધુ હોય ટેક ચિત્ર સામે આવ્યું હતું. જે બાદ તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરી વેપારીઓ ગ્રાહકો માટે સોશ્યલ ડિસ્ટન્સ ઝડવાય તેવી વ્યવસ્થા કરવા સૂચના આપી હતી અને લોકોને પણ માસ્ક પહેરવા માટે સૂચના આપી હતી. જેથી કોરોનાથી નહિ પણ તંત્રની બીકે લોકો કોરોનાના નિયમો પાડતા થયા હતા. જેના કારણે સતત વધી રહેલા કેસો કાબુમાં આવતા દેખાયા હતા. પરંતુ દિવાળી બાદ જાણે કોરોનાની ફરી બીજી ઇનિંગની શરૂઆત થઈ હોય તેમ દરરોજ અંજારમાં નવા નવા કેસો સામે આવવા લાગ્યા છે.

જેના કારણે તંત્ર દ્વારા સંક્રમણને કાબુમાં લાવવા ફરી કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને અલગ અલગ વિભાગનું સંકલન કરી માસ્ક ન પહેરતા લોકોને દંડવામાં આવી રહ્યા છે. જે બાબતે અંજાર નગરપાલિકા સેનિટેશન વિભાગના ઇન્સ્પેકટર તેજપાલ લોચાણીએ જણાવ્યું હતું કે તા. 25/11થી તંત્ર દ્વારા દરરોજ કામગીરી કરવામાં આવી રહી છે. જેવા સંદર્ભે તા. 3/12 સુધીમાં કુલ 173 લોકોને દંડવામાં આવ્યા છે અને રૂ. 1,73,000નો દંડ પણ વસુલ કરવામાં આવ્યો છે.

પોલીસ વિભાગે પણ સપાટો બોલાવ્યો 9 દિવસમાં 107 લોકોને દંડયા
એક તરફ તા. 25/11થી શરૂ થયેલી તંત્રની સંયુક્ત કામગીરીમાં પોલીસ તંત્ર મહત્વનો ભાગ ભજવી રહી છે અને 173 લોકોને દંડયા છે. તો બીજી તરફ સંયુક્ત કામગીરી ઉપરાંત પોલીસના ટ્રાફિક વિભાગ દ્વારા પણ અલાયદી કામગીરી કરવામાં આવી છે. જેમાં પણ માત્ર 9 દિવસોમાં જ 107 લોકોને દંડવામાં આવ્યા છે અને રૂ. 1,07,000નો દંડ પણ વસુલ કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો