ક્રાઇમ:ભચાઉના કકરવા પાસે કટિંગ થતો 15 લાખનો શરાબ ઝડપાયો

અંજારએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પૂર્વ કચ્છ LCBએ 27 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો
  • આરોપીઓ ફરાર

ભચાઉ તાલુકાના કકરવા ગામની સીમ માંથી કેન્ટેઇનર વાળા ટ્રેઇલર માંથી પૂર્વ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા રૂ. 15,04,300નો અંગ્રેજી શરાબનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. પરંતુ આ દરોડા દરમ્યાન આરોપીઓ નાસી જવામાં સફળ રહ્યા હતા.

આ અંગે મળતી માહિતી મુજબ ભચાઉ તાલુકાના કકરવા ગામની સીમમાં કેન્ટેઇનર ટ્રક માંથી નાના વાહનોમાં અંગ્રેજી શરાબનું કટિંગ થઈ રહ્યું હોવાની બાતમીના આધારે પૂર્વ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા બાતમી વાળી જગ્યાએ દરોડો પાડવામાં આવ્યો હતો. પરંતુ આ દરોડા દરમ્યાન ભચાઉ તાલુકાના મનફરા ગામે રહેતા અરજણ કરશન કોલી, મનજી કરશન કોલી, હિતેશ કરશન કોલી તથા કેન્ટેઇનર વાળા ટ્રકનો દ્રાઈવર નાસી ગયા હતા. જેથી પોલીસ દ્વારા રૂ. 15,04,300ની અંગ્રેજી શરાબની 4,298 બોટલો ઉપરાંત રૂ. 4,400ની કિંમતના 44 નંગ બિયરના ટીન, 10,00,000ના કિંમતની ટ્રક નં. એચઆર 38 ક્યુ 8677 તેમજ રૂ. 2,00,000ના કિંમતની બોલેરો પિકપ નં. જીજે 15 ઝેડ 5984 મળી કુલ રૂ. 27,08,700નો મુદ્દામાલ કબ્જે કરી ભચાઉ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...