તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:ખીરસરા (કોઠારા)ના પૂર્વ સરપંચના યુવાન પુત્રની તિક્ષ્ણ હથિયારના ઘા મારી કરપીણ હત્યા

કોઠારાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સવારે ગુમ થયેલા યુવાનની સાંજે કોઠારામાં કપડામાં વીંટાળેલી લાશ મળી: પોલીસે ગામના એક યુવાન સહિત ત્રણને કર્યા રાઉન્ડઅપ

અબડાસા તાલુકાના કોઠારા નજીકના ખીરસરા ગામે સવારે ગુમ થયેલા પૂર્વ સરપંચના પુત્રની તિક્ષ્ણ હથિયારોથી હત્યા કરાયેલી હાલતમાં સાંજે કોઠારામાં કપડામાં વીંટળાયેલી લાશ મળી આવતા સનસનાટી મચી ગઇ છે. બનબાવને પગલે પોલીસ સ્થળ પર ધસી સઘન તપાસ તેજ કરીને ગામના એક સહિત ત્રણ શખ્સોને રાઉન્ડપ કરી છાનબીન હાથ ધરી છે.

હજુ ગત ગત જુન મહિની શરૂઆતમાં કોઠારા ગામે સુથરીના યુવાનની હત્યાની ધટના તાજીજ છે ત્યાં શનિવારે ખરસરા કોઠારાના પૂર્વ સરપંચ હઠુભા જાડેજાના પુત્ર મિતરાજસિંહ હઠુભા જાડેજા (ઉ.વ.18) નામના યુવાનની હત્યાનો બનાવ સામે આવતાં કોઠારા પોલીસદળમાં દોડધામ મચી ગઇ છે. આ અંગે પ્રાપ્ત માહિતી પ્રમાણે સવારે ગુમ થયેલા યુવાન મિતરાજસિંહ જાડેજાની સાંજે પાંચ વાગ્યાના અરસામાં કોઠારામાં નાયરો નદીમાં આવેલા ગટરના સુકા ટાંકામાંથી કપડામાં વીંટળાયેલી લાશ મળી આવી હતી. ઘટનાની જાણ થતાં કોઠારા પોલીસ સ્ટેશનના પી. એસ. આઈ શ્રી જાડેજા સહિતનો સ્ટાફ સ્થળ પર ધસી ગયો હતો. મૃતક યુવાન પર તિક્ષ્ણ હથિયારથી પીઠના ભાગે જીવલેણ હુમલો કરી હત્યા કરાઇ હોવાનું સામે આવતાં આવ્યું છે.

હતભાગીની લાશને પીએમ માટે ખસેડવામાં આવી છે આ ઘટનાના પગલે નખત્રાણા ડીવાયએસપી, કોઠારા પી.એસ.આઇ.ગુલાબસિંહ જાડેજા સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પર પહોંચી સમગ્ર ઘટનાની છાનબીન હાથ ધરી છે. તો, યુવાનની હત્યા શુક્રવારે રાત્રે જ કરાઇ હોવાનું સુત્રોમાંથી જાણવા મળી રહ્યું છે. કોઠારા પોલીસે ગામના યુવાન સહિત ત્રણ શખ્સોને ઉઠાવ્યા છે. હત્યા ક્યા કારણોસર અને કયાં કરાઇ તે સહિતની વિગતો જાણવા પોલીસે સધન તપાસ આદરી છે. સનસની મચાવી દેનારા બનાવથી કોઠારા આરોગ્ય કેન્દ્રમાં ક્ષત્રિય સમાજના આગેવાનો યુવાનો બહોળી સંખ્યામાં દોડી આવ્યા હતો.

યુવાનનો ફોન સ્વીચ ઓફ આવતાં નોંધાવાઇ હતી ગુમ નોંધ
હતભાગી યુવાન રાત્રે પોતાની વાડી પર સુતો હતો. પરંતુ સવારે પરિવારજનોએ ફોન કર્યો હતો. જે સ્વીચ ઓફ બતાવતાં ઘરના સભ્યોએ શોધખોળ કરી કોઇ અતો પતો ન લાગતાં કોઠારા પોલીસ મથકમાં ગુમ નોંધ નોંધાવાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...