હાલાકી:અબડાસામાં મગફળી એકત્ર કરવા માટે શ્રમિકોની જોવા મળતી અછત

રાયધણજર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાછોતરા મગફળીનો પાક હવે અંતિમ તબક્કામાં

અબડાસા પંથકમાં પાછોતરા મગફળીનો પાક હવે અંતિમ તબક્કામાં જોવા મળી રહ્યો છે જેથી ખેતરોમાં મગફળી કાઢવાની કામગીરી શરૂ કરવામાં આવી છે પણ મગફળી એકત્ર કરવા માટે 300 થી 350 રૂપિયા દૈનિક મજૂરી ચૂકવવા છતાંય શ્રમિકો મળતા નથી.જેનાથી મુશ્કેલી વેઠવી પડે છે.

મજૂરોની અછતને પગલે અબડાસા તાલુકામાં આ વખતે યાંત્રિક સાધનોની મદદથી મગફળી કાઢવામાં આવી રહી છે,મજૂરોની મર્યાદિત સંખ્યા વચ્ચે મશીનની હાજરીથી ખેતરોમાં કામગીરીનો ધમધમાટ જોવા મળી રહ્યો છે.ડુમરા, મંજલ કરોડિયા સહિતના વિસ્તારોમાં આજે પણ મગફળીના ઢગલા જોવા મળી રહ્યા છે.તડકામાં બરાબર સુકાઈ ગયા બાદ મગફળી કાઢવામાં આવશે. સ્થાનિક વેપારીઓ દ્વારા મગફળીના ટન મુજબ 2500 થી 3000 રૂપિયા જેટલા ભાવ આપવામાં આવે છે તેવું ડુમરાના અબુબકર ભાઈએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...