તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચોરી:જખૌની સીમમાં પવનચકકીમાંથી 1.67 લાખના કેબલની ચોરી

જખૌ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તસ્કરો 2380મીટરનો વાયર કાપીને ઉઠાવી ગયા

અબડાસા તાલુકાના જખૌ ગામની સીમમાં આવેલી સુઝલોન કંપનીની પવનચકકીઓના ટાવરના દરવાજાનું લોક તોડીને ગત 23 માર્ચથી 31માર્ચ દરમિયાન કોઇ અજાણ્યા શખ્સો 1,66,600 રૂપિયાની કિંમતના 2380 મીટર કેબલ વાયરની ચોરી કરી જતાં જખૌ પોલીસ મથકે ફોજદારી ફરિયાદ નોંધાવાઇ છે.

પ્રાપ્ત વિગતો મુજબ જખૌ દરબાર ફળિયામાં રહે઼તા અને સુઝલોન કંપનીમાં સિક્યુરીટી તરીકે ફરજ બજાવતા દિલીપસિંહ પતુભા જાડેજાની ફરિયાદને ટાંકીને પોલીસે જણાવ્યું હતું કે, ચોરીનો બનાવ ગત 23 માર્ચની મધરાત્રીના સાડા ત્રણ વાગ્યાના અરસામાં બન્યો હતો. જખૌ ગામની સીમમાં આવેલી સુઝલોન કંપનીની પવનચક્કીના ટાવર નંબર એમ-745 તથા અન્ય પવનચક્કીઓના ટાવરના તાળા તોડીને કોઇ અજાણ્યા શખ્સોએ અંદરથી રૂપિયા 1,66,600ની કિંમતના 2380મીટર કોપર કેબલ વાયરની ચોરી કરી ગયા હતા. જખૌ પોલીસે બનાવની નોંધ લઇ અજાણ્યા શખ્સો વિરૂધ ગુનો નોંધીને આગળની તપાસ પીએસઆઇ એસ.એ.મહેશ્વરીએ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...