અખાત્રીજનું શુકન:સુકા મુલક અબડાસામાં ખેતર ખેડીને અખાત્રીજનું શુકન સચવાયું

રાયધણજર25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ધરતીપુત્રોએ ભૂમિ, ખેત ઓજારો અને પશુનું પૂજન કર્યું

અબડાસા તાલુકાના અંતરિયાળ વિસ્તારોમાં પરંપરા મુજબ ખેતરની ખેડ કરીને અખાત્રીજનું શુકન સચવાયું હતું. આ પંથકના ધરતી પુત્રો અખાત્રીજના દિવસે ભૂમિપૂજન કરી ખેડાણ ની શરૂઆત કરતા હોય છે. દાયકાઓ અગાઉ બળદોથી ખેતી કરવામાં આવતી હતી પરંતુ હવે સમય અને ટેકનોલોજીના કારણે તેમજ ખેડાણ વિસ્તારમાં વધારો થવાથી યાંત્રિક સાધનોનું ચલણ વધ્યું છે. જો કે હજી પણ કેટલાક અંતરિયાળ ગામો ખાસ કરીને રાયધણજર,‌ મંજલ, ચિયાસર, વિંઝાણ, વરાડિયા, ડુમરા, સાંધાણ, સુથરી, નારાણપર, વરંડી સહિત ના વિસ્તારો તેમજ નાના ખેતરોમાં બળદોથી ખેડ કરવામાં આવે છે.

જયોતિષ શાસ્રી કે.કે.જોશી એ જણાવ્યું કે, અખાત્રીજનો દિવસ ખેડૂતોને ખેતી કામનો પ્રારંભ કરવા માટે ઉત્તમ મનાય છે. કિસાનો આ દિવસે ભૂમિપૂજન તેમજ પશુઓ તથા ખેતીના ઓજારોનું પૂજન કરે છે. દિવસ દરમિયાન પવનની દિશા પરથી ઋતુ વિજ્ઞાનની દષ્ટિએ વરતારો જોવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...