ભુજ:વાંકુ-પિંગલેશ્વર નદીના પટ પર ઝાડીમાંથી યુવાનની લાશ મળી

અબડાસા3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ભૂખ-તરસથી મોત થયુ હોવાનું પ્રાથમિક તારણ

તાલુકાના જખૌ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા વાંકુ –પીંગ્લેશ્વર નદીના પટ પર બાવડની ઝાળીઓમાંથી સોમવારે સાંજે એક યુવાનની લાશ મળી આવી હતી. બનાવની જાણ થતાં પોલીસ કાફલો સ્થળ પર ધસી જઇને હતભાગીના મૃતદેહને પીએમ માટે ખસેડી તપાસ આદરી હતી. યુવાનના શરીર પર ઇજાના કોઇ નિશાની જોવા મળ્યા ન હતા. પ્રાથમિક તારણ મુજબ ભૂખ અને તરસને કારણે બેભાન બની જતાં યુવાનનું મોત થયું હોવાની શક્યા જોવાઇ રહી છે. 

યુવકના મોત પાછળના કારણનો મદાર PM રિપોર્ટ
આ બાબતે જખૌ પોલીસ મથકના પીએસઆઇ ડી.એ઼.ઝાલાએ જણાવ્યું હતું કે, મુજબ મૂળ છોટા ઉદયપુર જિલ્લાના કેવડા ગામના વતની અને હાલ વાકુ વાડી વિસ્તારમાં રહીને મજુરી કરતા રણજીતસિંઘ નાયકા નામના યુવાનનો મૃતદેહ વાંકુ-પિગ્લેશ્વર નદીની પૂર્વ કચ્છ આવેલ બાવળની ઝાડીઓમાંથી સોમવારે પાંચ વાગ્યાના અરસામાં મળી આવ્યો હતો. બનાવ અંગે બુધેસરણછોડ સીટુ નાયકાએ પોલીસને કરતા પોલીસની ટીમે સ્થળે પર પહોંચીને હતભાગી યુવકના મૃતદેહને પીએમ મોકલી આપ્યો હતો. તપાસનીશ પીએસઆઇ ઝાલાએ જણાવ્યું હતું કે, હતભાગી છેલ્લા 5-7 વર્ષથી વાંકુ ગામે વાડીમાં જ રહીને મજુરી કામ કરતો હતો. રવિવારે તે ઘેરથી કોઠારા જઉ છું તેવું કહ્યા બાદ પરત ફર્યો ન હતો. પરિવારજનોએ  તેની શોધખોડ કરતા વાંકુ ગામની નદીમાંથી જ તેનો મૃતદેહ મળ્યો હતો. યુવાનનું કઇ રીતે મોત થયું તે તો, પીએમ રિપોર્ટ આવ્યા બાદ જાણી શકાશે પરંતુ પ્રાથમિક તારણ મુજબ યુવાના શરીર પર કોઇ ઘાના નિશાન ન હોવાથી તે ભૂખ-તરસને કારણે બેભાન થઇ ગયો હોવાથી તેનું મૃત્યુ થયું હોય તેવું લાગી રહયુ઼ હોવાનું પોલીસે જણાવ્યું હતું. પોલીસે અકસ્માત મોતનો બનાવ દર્જ કરી આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...