કોરોનાવાઈરસ:સાંધાણનું મિઠીયા ફળિયું 9મી સુધી કન્ટેઇનમેન્ટ ઝોન : અવર-જવર પર પ્રતિબંધ

અબડાસા3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અબડાસા તાલુકાના સાંધાણ ગામના મિઠીયા ફળિયામાં કોરોના પોઝિટિવ કેસ પ્રકાશમાં આવતાં, આ વાયરસના સંક્રમણને અટકાવવા લોકોની સુરક્ષાની તકેદારીની બાબતને ધ્યાને લઇ મીઠિયા ફળિયામાં તા.9/6 સુધી સરકારી ફરજ ઉપર સિવાયની તમામ પ્રકારની અવર-જવર પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકાયો છે. આ વિસ્તારના રહેવાસીઓને રાશન સહિત આવશ્યક ચીજવસ્તુઓ તંત્ર દ્વારા હોમ ડીલીવરી કરાશે.  જાહેરનામાનો ભંગ કરનારી કોઇપણ વ્યક્તિ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ કલમ-51 થી 58 તથા ભારતીય દંડ સંહિતાની કલમ 188ની જોગવાઇ મુજબ શિક્ષાપાત્ર ઠરશે એમ જિલ્લા કલેકટર પ્રવીણા ડી.કે. દ્વારા જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...