તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મીઠાસનો વેપાર:કોઠારા પંથકમાં સક્કરટેટીનું વિક્રમી વાવેતર અને ઉપજ

રાયધણજર9 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • અમદાવાદ અને રાજકોટ વિસ્તારના જથ્થાબંધ વેપારીઓ સ્થાનિકે પહોંચ્યા ખરીદી માટે

અબડાસા તાલુકાના કોઠારા, ખીરસરા, સાંધવ, ભાચુંડા, નાગોર, કનકપર સહિતના વિસ્તારમાં અંદાજે 500 એકર થી પણ વધુ વિસ્તારમાં આ વર્ષે સકરટેટીની ખેતી કરવામાં આવી છે. અહીંની રેતાળ જમીન અને અલગ-અલગ વિસ્તારમાં પંદરસો જેટલા ટી.ડી.એસ.વાળા પાણી પણ સક્કરટેટીને અનુકૂળ આવે છે. આ અંગે વધુ વિગત આપતાં કોઠારાના ખેડૂત અગ્રણી કુંભાર કાસમ હારુને જણાવ્યું હતું કે, બિયારણ બે હજાર રૂપિયે પ્રતિ કિલોથી કરીને અઢાર હજાર રૂપિયા પ્રતિ કિલો અલગ અલગ ગુણવત્તા મુજબ મળે છે. જેટલું બિયારણ મોંઘુ એટલું ઉત્પાદન વધુ અને મીઠાશ વધારે તથા રોગો ઓછા આવે છે .

પ્રતિ એકરે ચારસો ગ્રામ જેટલું બીજ, પ્લાસ્ટિક પેપરના ચારેક રોલ તેમજ દેશી ખાતરના પાંચેક ટ્રેકટર ટ્રોલી ખાતર આપવું પડે છે. પ્રતિ એકરે પચાસ હજાર રૂપિયા જેટલો ખર્ચ થાય છે. ત્યારબાદ સામાન્ય રીતે પ્રતિ એકરે 10 થી 12 ટન જેટલું ઉત્પાદન મળે છે. સ્થાનિકે છૂટકમાં 40 રૂપિયે કિલો વેચાય છે. પણ સ્થાનિકે એટલી માંગ ન હોવાથી તેમજ ઉત્પાદન વધુ હોવાથી રાજ્યના અન્ય વિસ્તારમાં વેચાણ કરવાની ફરજ પડે છે.

હાલમાં આ વિસ્તારની સક્કરટેટી ખરીદવા માટે, અમદાવાદ અને રાજકોટ વિસ્તારના જથ્થાબંધ વેપારીઓ સ્થાનિકે આવે છે .અને ખેડૂતોને શરૂઆતમાં 25 રૂપિયે હોલસેલના ભાવ મળતા હતા. પણ હવે માત્ર 17 રૂપિયા ભાવ આપવામાં આવે છે . ખેડૂત સક્કરટેટી એકઠી કરીને જથ્થાબંધ વેપારીને આપે છે. ત્યારબાદ પેકિંગ,મજૂરી ખર્ચ તેમજ ટ્રાન્સપોર્ટ સહિતનો તમામ ખર્ચ હોલસેલ વેપારીઓ ઉઠાવે છે. ડિસેમ્બરમાં લેવામાં આવેલ પાક હવે પૂરો થવાની તૈયારીમાં જ છે. આગળ પાછળ પાક લેવામાં આવે છે જે જૂન જુલાઈ સુધી બજારમાં મળશે. માર્ચ અને એપ્રિલ સુધી મળતી સક્કરટેટીમાં મીઠાશ વધુ હોય છે ત્યારબાદ ઉત્પાદિત થતા પાકમાં મીઠાશ ઘટતી જાય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો