તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિરોધ:જખાૈ બંદરના મુખ્ય માર્ગ પર ફરી ખાનગી કંપનીના વાહનોની કતાર

જખૌ20 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • અગાઉ ગ્રામજનોની માંગ બાદ કંપની વાહનો અન્યત્ર પાર્ક કરવા રાજી થઇ હતી

અહીં ખાનગી કંપનીના ભારે વાહનોના પાર્કિંગના મુદ્દે અગાઉ વિરોધ ઉઠ્યા બાદ મામલો થાળે પડ્યો હતો. પરંતુ ફરી વાહનો ઊભા રહેતા શરૂ થતા વિરોધ શરૂ થયો છે. અબડાસા તાલુકાના જખૌની બાજુમાં અાર્ચિયન ગ્રુપ ઓફ કંપની કાર્યરત છે. અને એ કંપની દ્વારા દરિયાઈ માર્ગે વિદેશોમાં મીઠાનું નિકાસ જખૌ બંદરની જેટી પરથી કરવામાં આવે છે. ભારે વાહનોના લીધે અહીં અકસ્માત તેમજ ટ્રાફિકની સમસ્યાઓ થતી હોય છે. તેથી જખૌ ગામના રહેવાસીઓ અા રોડ ઉપર ટ્રાફિક બાબતે રજૂઆત પણ કરી હતી.

ત્યારે કંપની દ્વારા જખૌ ગામની લગોલગ તેઅોની માલિકીના ખેતરમાં પાર્કિંગ વ્યવસ્થા શરૂ કરવામાં આવી હતી. ત્યારે જમીન ખારી થવાની બીકે માલધારીઅોઅે વિરોધ નોંધાવ્યો હતો. ત્યારે કંપનીઅે ગામથી દૂર પાર્કિંગ શરૂ કર્યું હતું. પરંતુ હવે ફરી વાહનો હરોળમાં પાર્ક થઇ રહ્યાં છે. જેના પગલે ગામ લોકોની હાડમારી વધી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો