તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જાંબુની ખેતી:અબડાસાના ભાચુંડા, હાજાપર,ભવાનીપર અને નરેડી પંથકમાં જાંબુના ઝાડ લચી પડ્યા

રાયધણજર7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • છૂટકમાં 100 રૂપિયે કિલોના ભાવે વેંચાતા ખટ્ટમીઠા જાંબુ

અબડાસા તાલુકાના મોથાળા, ભવાનીપર, ભાચુંડા પંથકમાં આ વર્ષે સિઝનમાં જાંબુનો ફાલ પૂરબહારમાં આવ્યો છે, જેનું ભુજ સુધી જથ્થાબંધ ભાવે વંચાણ કરવામાં અાવી રહ્યું છે. ભાચુંડા, હાજાપર, નુંધાતડ,ભવાનીપર, નરેડી, બેરાચિયા, સહિતના આસપાસના દસેક ગ્રામ્ય વિસ્તારોમાં આવેલી વાડી અને સીમાડા વિસ્તારમાં જાંબુના ઝાડ પર જાંબુનો ફાલ સારો આવ્યો છે. મોથાળાના કિશન કનૈયાભાઇએ જણાવ્યું હતું કે, તેઓ વંશ પરંપરાગત રીતે જાંબુના ઝાડ પરથી ફળ ઉતારવાનું કામ કરે છે.

વાંસના મોટા બાંબુને જમીન પર ટેકવીને ઝાડની ઠેઠ ટોચ સુધી પહોંચે તેવી ગોઠવણી કરાય છે અને ત્યારબાદ વાંસના બાંબુ પર ચડીને જાંબુ ઉતારવામાં આવે છે. આ કામગીરી ખુબ જ ધ્યાન રાખીને સાવચેતીથી કરવી પડે છે, જેના માટે ઓછામાં ઓછાં ત્રણથી ચાર વ્યક્તિની એક સાથે જરૂર પડે છે. સામાન્ય રીતે અષાઢ મહિના સુધી આ ઝાડ ફળ આપે છે. વરસાદ પડ્યા પછી જાંબુની સિઝન પૂરી થઈ જાય છે. ખેડૂતો પાસેથી ભાડા પેટે જાંબુના ઝાડ ઉચ્ચક રીતે લેવાય છે અને જાંબુ ઉતાર્યા બાદ છૂટક રીતે સો રૂપિયાની આસપાસના ભાવમાં સ્થાનિકે વેચવામાં આવે છે. વધુમાં બાકીના જાંબુ ભુજમાં જથ્થાબંધ ભાવે વેચવામાં આવે છે.

પૂર્ણ વિકસિત ઝાડમાંથી 60થી 80 કિલો ઉત્પાદન
પૂર્ણ વિકસિત ઝાડ દીઠ ફળનું ઉત્પાદન 60 થી 80 કિલો સુધી મળે છે. જાંબુની ખેતીની વિશાળ શકયતાઓ રહેલી છે પણ જાંબુની પધ્ધતિસરની ખેતી કરાતી નથી. જાંબુનું ઝાડ ખુબ ઝડપથી વધવાની સાથે આખુ વર્ષ લીલુ રહે છે. બીજમાંથી ઉછેરવામાં આવેલા ઝાડ 8થી 10 વર્ષે જયારે કલમી ઝાડ 4થી 5 વર્ષે ફળ ધારણ કરે છે. ફળો ચોમાસાની શરૂઆતમાં પરિપકવ થાય છે. ફળની સંગ્રહ શકિત ધણી જ નબળી હોય છે. તેથી ફળો ઉતાર્યા બાદ તરત વેચાણ માટે મોકલી અપાય છે.

અન્ય સમાચારો પણ છે...