તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુશ્કેલી:કોઠારામાં લોકડાઉનથી આસપાસના 30થી 40 ગામના લોકો થયા પરેશાન

કોઠારા14 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ગામના બે જૂથોની અાંતરિક લડાઇમાં લોકોનો મરો
 • લોકડાઉનમાં અાંશિક છૂટછાટ થાય તેવી વ્યાપક માંગ

અબડાસા તાલુકાના કોઠારાને તાલુકાના વ્યાપાર હબ તરીકે ગણવામાં આવે છે. ગામને આજુબાજુના 35-40 ગામડાંઓ લાગુ પડે છે. અા ગામની પ્રજા દુઘ તથા શાકભાજી સહિતની રાશન સહિતની ચીજવસ્તુઓ ખરીદવા કોઠારા ગામ મધ્યે આવન-જાવન કરતી હોય છે, પણ છેલ્લા અઠવાડિયાથી ગામમાં બે જુથોના ડખ્ખામાં લોક ડાઉનના લીધે ગરીબ પ્રજા ભોગ બની રહી છે. આ બાબતે અબડાસા ભાજપ લઘુમતી મોરચાના ઉપપ્રમુખ રજાક હિંગોરાએ જણાવ્યું હતું કે, કોઠારા સહિત આજુબાજુના વિસ્તાર 35-40 ગામડાઓની પ્રજા કોઠારા ગામ પર નિર્ભર છે.

અેકબાજુ લોકો બિમારીના કારણે પરેશાન હાલ છે, અને આ જુથબંધીના કારણે જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓથી વંચિત થતા લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે. તેથી વહિવટી તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓના દુકાનો ખુલવામાં આવે એવી અપીલ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે કોઠારા ગામમાં બે જૂથો છે. એક જૂથ સંપૂર્ણ લોકડાઉનની તરફેણમાં છે અને બીજું જૂથ પ્રજાને જીવનજરૂરી ચીજવસ્તુઓ મળી રહે એવું લોકડાઉન ઈરછે છે.

કોઠારા અને આજુબાજુના ગામડાઓ લોકડાઉનની વિરુદ્ધમાં નથી, પરંતુ સુવ્યવસ્થિત લોકડાઉન ઈરછે છે. જેમાં જરૂરી ચીજવસ્તુઓ મળી રહે અને મુસ્લિમ સમાજનો પવિત્ર રમઝાન માસ ચાલુ હોવાથી રોઝેદારોને ફળફળાદિ મળી રહે તે જરૂરી છે. બપોર સુધી જીવનજરૂરી ચીજવસ્તુઓ ખરીદવા દુકાનો ખુલવામાં આવે અેવી માંગ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો