ભુજ:સાંધાણમાં મુંબઇનો દર્દી સંસ્થાકીયને બદલે ઘરમાં ક્વોરોન્ટાઇન થયો !

અબડાસા3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પોતાને કોરોના હોવાનું છુપાવનાર ભુજની તબીબ યુવતી સામે ગુનો નોંધાયા બાદ અબડાસા તાલુકાના સાંધણ ગામે રહેતા યુવકે પોતે કોરોના પોઝીટીવ હોવાનુ઼ છુપાવતાં કોઠારા પોલીસે યુવાન સામે ગુનો નોંદ્યો હોવાનું સામે આવ્યું છે. બનાવને પગલે અબડાસા તાલુકામાં ચકચાર મચી જવા પામી છે. તો બીજીબાજુ દર્દી તા.22/5ના જ મુંબઇથી આવ્યો હોવાનું બહાર આવ્યું છે. પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે ત્રીલોક શંકરલા મીઠીયા (ભાનુશાલી) (ઉ.વ.30 ) મુંબઇથી કચ્છના અબડાસા તાલુકાના સાંધણ ખાતે સંસ્થાકીય ક્વોરોન્ટાઇનના બદલે પોતાના ઘરે જ ક્વોરોન્ટાન હોવાનું બહાર આવ્યું હતું. આ વ્યક્તિ ગામમાં મીઠીયા ફળીયામાં રહેતો હતો. તેની સાથે સંપર્કમાં આવનારા 15 લોકોને ક્વોરન્ટાનઇ કરવામાં કરવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...