ચૂંટણી વચ્ચે ગામમાં ગરમાવો:મોથાળા સરપંચ અવધી પૂરી થવા આવી ત્યારે જ રજા પર

અબડાસા10 દિવસ પહેલા
  • કૉપી લિંક

અબડાસા તાલુકાના મોથાળામાં સરપંચનો કાર્યકાળ પૂરો થવા અાવ્યો છે તેવા ટાંકણે જ સરપંચ રજામાં ઉતરી જતાં ઉપસરપંચે ચાર્જ સંભાળી લીધો છે અને ચૂંટણીના પડઘમ વચ્ચે ગામમાં ગરમાવો જોવા મળી રહ્યો છે.

તા.19-12ના કચ્છની 400થી વધુ ગ્રામપંચાયતોની ચૂંટણી યોજાવાની છે, જેને લઇને સરપંચ અને સભ્યપદ માટે અત્યારથી ગ્રામ્ય વિસ્તારોમાં ખાટલા બેઠકો સાથે કાવાદાવા શરૂ કરી દેવાયા છે. સરપંચ અને સભ્યોનો કાર્યકાળ હવે પૂરો થવા અાવ્યો છે તેવા ટાંકણે જ મોથાળા ગ્રામપંચાયતના સરપંચ રજામાં ઉતરી જતાં અનેક તર્ક-વિતર્ક વહેતા થયા છે. ગામના સરપંચ શિવજી મહેશ્વરી કોઇપણ કારણોસર રજામાં ઉતરી જતાં ઉપસરપંચ વીરભદ્રસિંહ સોઢાઅે સરપંચપદનો ચાર્જ સંભાળી લીધો છે. ગામના લક્ષ્મીશંકર જોષી, મહેશોજી સોઢા, વિક્રમસિંહ સોઢા, જુસબછા બાવા સહિત તમામ જ્ઞાતિના લોકોઅે સરપંચપદનો ચાર્જ સંભાળનારા ઉપસરપંચ વીરભદ્રસિંહને અાવકાર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...