ખાતમુહૂર્ત:ખારૂઆ રોડનુ ખાતમુહૂર્ત : ધારાસભ્યની દૂધથી વજનતુલા

રાયધણજર22 દિવસ પહેલા
  • કૉપી લિંક

અબડાસા તાલુકામાં ખારૂઆ - ચિયાસર એપ્રોચ રોડનું ખાત મુહૂર્ત ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા દ્વારા કરાયું હતું.ખારૂઆના ગ્રામજનો દ્વારા આ પ્રસંગે ધારાસભ્યની દૂધથી વજનતુલા કરવામાં આવી હતી.આ રોડ બની જતા અહીંના લોકોને ઘણી રાહત થશે.

આ કાર્યક્રમમાં તાલુકા ભાજપ પ્રમુખ મહેશભાઈ ભાનુશાલી, શંભુભાઈ ભાનુશાલી, અજયસિંહ જાડેજા, રમેશભાઈ પટેલ, ગિરિરાજ સિંહ જાડેજા,વાડીલાલભાઈ પટેલ,જિલ્લા પંચાયત માજી. સદસ્ય અનુભા જાડેજા, તાલુકા પંચાયતના સદસ્ય રમીલાબેન ગજરા,તાલુકા પંચાયત ના સદસ્ય શાંતાબેન પટેલ, તાલુકા પંચાયત સદસ્ય જયદેવસિંહ જાડેજા,ચિયાસર ગામના સરપંચ જેનાબાઈ ભજીર, ખારૂઆ ગામના સરપંચ પ્રવીણભાઈ રબારી, મહેન્દ્ર ગજરા તેમજ અન્ય અગ્રણીઓ હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...