આદેશ:કામના ભારણ વચ્ચે નિરામય ગુજરાતની OPD હવેથી THOએ સંભાળવી પડશે

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દસેય તાલુકામાં દર્દીઓ માટે ઓપીડી શરૂ કરવાનો આદેશ વછૂટ્યો
  • કેન્સર,ડાયાબિટીસ,કિડની સહિતની બીમારીઓમાં અપાય છે સારવાર

ગુજરાત સરકાર દ્વારા કેન્સર, ડાયાબિટીસ, કિડની, હાઇપરટેનશન સહિતની 8 જટિલ બીમારીઓમાં દર્દીને સારવાર આપવા માટે નિરામય ગુજરાત યોજના શરૂ કરવામાં આવી છે. આમ તો અગાઉ પણ આવી બીમારીઓમાં નિઃશુલ્ક સારવાર મળતી હતી જોકે જૂની યોજનાને નવા રંગરૂપમાં રજૂ કરાઈ છે.પરંતુ તેમાં પણ નવો તુક્કો લગાવાયો છે સામાન્ય રીતે દર્દીઓ માટેની ઓપીડી દવાખાનામાં શરૂ કરવામાં આવે છે. જોકે નિરામય ગુજરાત માટે તાલુકા હેલ્થ ઓફિસમાં ઓપીડી શરૂ કરવા સૂચના અપાઈ છે.

સીડીએચઓ દ્વારા તમામ ટીએચઓને પાઠવાયેલા પત્રમાં જણાવાયુ છે કે, નિરામય ગુજરાત અંતર્ગત જે દર્દીનું CBAC ફોર્મ ભરાયેલ છે તે દર્દીનું સ્ક્રીનીંગ સબ સેન્ટર કે હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટર દ્વારા કરવામાં આવે છે. આ સ્ક્રીનીંગ દરમ્યાન જે દર્દીઓ સસ્પેકટેડ આવે તે દર્દીઓ પ્રથમ PHC મેડીકલ ઓફિસર પાસે સારવાર માટે જશે અને વધારે સારવાર માટે તે દર્દીને હાયર સેન્ટર પર રીફર કરવામાં આવશે. તો આ દર્દીઓને તપાસવા માટે દસ તાલુકા અંજાર, ગાંધીધામ, ભચાઉ, રાપર, મુન્દ્રા, માંડવી, નખત્રાણા, દયાપર, નલિયા, ભુજ(માધાપર) માં નિરામય ગુજરાત અંતર્ગત અલાયદી NCD FRU (First Referral Unit) OPD માટે જગ્યા ફાળવી OPD ચાલુ કરવાનું રહેશે.

તેમજ આ OPD તાલુકા આરોગ્ય અધિકારીએ ચલાવવાની રહેશે અને જયારે THO હાજર ન હોય ત્યારે નજીકના PHC માંથી મેડીકલ ઓફિસરની વ્યવસ્થા કરી OPD કાર્યરત રાખવાની રહેશે. તેમજ જે તાલુકામાં NCD સ્ટાફ નર્સની જગ્યાઓ ભરાયેલી હોય તે સ્ટાફ નર્સે આ OPDમાં કામગીરી કરવાની રહેશે અને તે સિવાયની જગ્યાઓ માટે નજીકની PHC માંથી સ્ટાફ નર્સની વ્યવસ્થા કરવાની રહેશે તેવું જણાવાયુ છે.

અન્ય સમાચારો પણ છે...